Rajamouli ની રૂ. 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ થશે આ અલૌકીક ગુફામાં
- એડવેન્ચર ફિલ્મના શૂટિંગ માટેનું Location જોવા પહોંચ્યા
- અગાઉની ફિલ્મ RRR નો એક ભાગ આ જગ્યાએ શૂટ કર્યો
- SSMB29 નો મોટો ભાગ આફ્રિકામાં શૂટ કરવામાં આવશે
Rajamouli shoot SSMB29 : S. S. Rajamouli હાલમાં તેમની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ SSMB29 નું શીર્ષક હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે Mahesh Babuને પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે આ ફિલ્મનું બજેટ રૂ. 1000 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. તો આ ફિલ્મનું અત્યારે પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. તો એવી માહિતી સામે આવી છે કે, શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
એડવેન્ચર ફિલ્મના શૂટિંગ માટેનું Location જોવા પહોંચ્યા
Mahesh Babu અને Rajamouli ની આ 1000 કરોડની ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. તો Rajamouli તેમની ટીમ સાથે 28 ડિસેમ્બરના રોજ આ જંગલ એડવેન્ચર ફિલ્મના શૂટિંગ માટેનું Location જોવા પહોંચ્યા હતા. Rajamouli વિશાખાપટ્ટનમ નજીક Borra Caves માં SSMB29 ના કેટલાક સીન શૂટ કરવાનું વિચારી રહ્યા છે. વાસ્તવમાં આ એક ટુરિસ્ટ સ્પોટ છે. આ જ કારણ છે કે તે 28 ડિસેમ્બરે ફિલ્મના shooting locationની શોધમાં બોરા પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: માત્ર હીરોને જ ટાર્ગેટ કરવામાં આવે, તે યોગ્ય નથી : Deputy CM Pawan Kalyan
View this post on Instagram
અગાઉની ફિલ્મ RRR નો એક ભાગ આ જગ્યાએ શૂટ કર્યો
આ ફિલ્મનું ઓસ્કર સાથે કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે Rajamouli એ અગાઉની ફિલ્મ RRR નો એક ભાગ આ જગ્યાએ શૂટ કર્યો હતો. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની હતી. તેમજ 2023 માં તેના ગીત નાટુ-નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. હવે, Rajamouli એ વિશાખાપટ્ટનમ નજીકની Borra Caves માં ફરી એકવાર તેમની ફિલ્મના દ્રશ્યોને શૂટ કરતા જોવા મળશે.
View this post on Instagram
SSMB29 નો મોટો ભાગ આફ્રિકામાં શૂટ કરવામાં આવશે
જોકે Rajamouli ની ફિલ્મ મોટા લેવલ પર બની રહી છે. આ જ કારણ છે કે ફલ્મિ માટે અલગ-અલગ Location સર્ચ કરવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા Rajamouli એ કેન્યાના એમ્બોસેલી નેશનલ પાર્કની એક તસવીર શેર કરી હતી. અહીં તે Location શોધતા જોવા મળ્યા હતા. તે સમયે પણ તેણે સંકેત આપ્યો હતો કે SSMB29 નો મોટો ભાગ આફ્રિકામાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મને વર્ષ 2027 માં રિલીઝ કરવાની યોજના છે.
આ પણ વાંચો: કોર્ટે અલ્લુ અર્જુનની જામીન અરજી પર નિર્ણય અનામત રાખ્યો, આ દિવસે થશે આગામી સુનાવણી