Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Raipur Electricity Office Fire: રાયપુરમાં વીજળીની ઓફિસમાં ભીષણ આગ, લોકો જીવ બચાવી ભાગ્યા

Raipur Electricity Office Fire: છત્તીસગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં ભીષણ આગ લાગી છે. મળતી વિગતો પ્રમાણે આ આગ એટલી...
raipur electricity office fire  રાયપુરમાં વીજળીની ઓફિસમાં ભીષણ આગ  લોકો જીવ બચાવી ભાગ્યા

Raipur Electricity Office Fire: છત્તીસગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં ભીષણ આગ લાગી છે. મળતી વિગતો પ્રમાણે આ આગ એટલી ભીષણ હતી કે, તેનો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી જોવા મળ્યો હતો. બીજી તરફ વિસ્ફોટ સાથે આગ લાગ્યા બાદ આસપાસના લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

Advertisement

થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ લઈ લીધું

આ ઘટના બાબતે વધુ વાત કરવામાં આવે તો ઘટના ગુઢિયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. મળતી વિગતો પ્રમાણે વીજળી વિભાગના સબ ડિવિઝન ઓફિસમાં ટ્રાન્ફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે આગ આગી હોવીની પ્રાથમિક જાણકારી મળી છે. નોંધનીય છે કે, થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ લઈ લીધું હતું. આસપાસના વિસ્તારોમાં પણ આગના કારણે ભારે ઘુમાડો જોવા મળ્યો હતો. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ, આ સબ-ડિવિઝનમાં 6000 ટ્રાન્સફોર્મર રાખવામાં આવ્યા છે, જેમાંથી 1500 બળીને રાખ થઈ ગયા છે.

Advertisement

ઓફિસની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા

નોંધનીય છે કે, અહીં ટ્રાન્ફોર્મરમાં તેલ બેરલમાં લગાતાર બ્લાસ્ટ થવાના કારણે આગ વધારે ભીષણ થઈ રહી હતીં જેથી આસપાસના લોકો ખુબ જ ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે ઘટના સ્થળેથી દૂર ભાગી રહ્યાં હતાં. મળતી વિગતો પ્રમાણે ઘટના ગંભીરતાનો જોતા પોલીસે સબ ડિવિઝન ઓફિસની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા. આગ સતત વધી રહી છે. જેને જોતા ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: SC એ UP મદરેસા એક્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર લગાવી રોક, સરકારને પાઠવી નોટિસ…

આ પણ વાંચો: Taiwan માં ભૂકંપ બાદ ખોવાયેલા ભારતીયો સાથે થયો સંપર્ક, વિદેશ મંત્રાલયે આપી મહત્વની જાણકારી…

આ પણ વાંચો: Bengaluru : બેંગ્લુરુમાં દૂષિત પાણીના કારણે આ ગંભીર બીમારીનો થયો વધારો

Advertisement
Tags :
Advertisement

.