Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: વરસાદનો છાંટો પડ્યો 'ને વીજળી ગુલ, લોકો PGVCL ની લાપરવાહીથી ત્રસ્ત

Gondal: ગોંડલમાં કાલે બપોરના આકાશીરુખ બદલાતા આકાશ કાળું ડિબાંગ બન્યુ હતુ. નોંધનીય છે કે, કાલે ગોંડલમાં ધીમીધારે વરસાદ વરસવો શરુ થયો હતો. વરસાદનો છાંટો પડતાની સાથે જ નાગડકારોડ પર વિજળી ગુલ થતા અનેક સોસાયટીઓના રહીશો અસહ્ય બફારાથી ત્રસ્ત બન્યા હતા.નાગડકારોડ...
gondal  વરસાદનો છાંટો પડ્યો  ને વીજળી ગુલ  લોકો pgvcl ની લાપરવાહીથી ત્રસ્ત

Gondal: ગોંડલમાં કાલે બપોરના આકાશીરુખ બદલાતા આકાશ કાળું ડિબાંગ બન્યુ હતુ. નોંધનીય છે કે, કાલે ગોંડલમાં ધીમીધારે વરસાદ વરસવો શરુ થયો હતો. વરસાદનો છાંટો પડતાની સાથે જ નાગડકારોડ પર વિજળી ગુલ થતા અનેક સોસાયટીઓના રહીશો અસહ્ય બફારાથી ત્રસ્ત બન્યા હતા.નાગડકારોડ પર તિરુમાલા, સાયોના અને રામેશ્ર્વરપાર્ક સહિત અનેક સોસાયટીઓ આવી છે. હજુ પણ અહીં પ્લોટીંગ પડી રહ્યા હોય અને નવી સોસાયટીઓ બની રહી હોય નાગડકારોડ શહેર નો વિકસિત રોડ બની રહ્યો છે.

Advertisement

પીજીવીસીએલના અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી

નોંધનીય છે કે, આ વિસ્તારના લતાવાસીઓ વારંવાર વિજળી ગુલ થવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં દિવસ રાત ગમે ત્યારે વિજ પુરવઠો ખોરવાઈ જાય છે. કાળજાળ ગરમી વચ્ચે લોકો રીતસરના બફાઇ ઉઠે છે. કફોડી હાલત બીમાર લોકોની થાય છે. નાગડકારોડ ની હાલત છેલ્લા અનેક મહિનાઓથી હોવા છતાં પીજીવીસીએલના અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી. મોટાભાગે આવા સંજોગોમાં તંત્રના લોકો ફોન ઉપડતા જ નથી.અથવા તો ટીસી બળી ગયુ કે ફીડરમાં ફોલ્ટ સર્જાયો હોવાના તોછડા જવાબ મળે છે.

તંત્ર પાસે કોઈ કાયમી ઉકેલ કેમ નથી?

અત્યારે સવાલ એ ઉઠે કે દિવસ-રાત વારંવાર ફોલ્ટ સર્જાતા હોય તંત્ર પાસે કાયમી કોઈ ઉકેલ નહી હોય? રાજ્ય સરકારના વિજળી આપવા સક્ષમ અને તત્પર હોવાનાં દાવાઓ વચ્ચે ગોંડલનું વિજ તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યું છે. લોકો જણાવી રહ્યા છે કે, બસ હવે બહુ સહન કર્યુ. નિંભર તંત્રને દોડતું કરવા લોક આંદોલનની ચીમકી આ વિસ્તારના લતાવાસીઓએ ઉચ્ચારી છે. નોંધનીય છે કે, અનેક રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ કામયી ઉકેલ કેમ આવતો નથી. આખરે તંત્ર પાસે લોકોને જવાબ આપવાનો માટે પણ કેમ સમય નથી?

Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Amreli : હનુમાનપુર ગામે વીજ કરંટ લાગતા પરિવારના 3 લોકોના મોત

આ પણ વાંચો: AGM : ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની AGM યોજાઇ, પ્રમુખ તરીકે ચિરાગ સોલંકી નિમાયા

આ પણ વાંચો: NEET-UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CBIને સોંપાઈ તપાસ

Tags :
Advertisement

.