ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain in Gujarat : 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી!

રાજ્યમાં 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) ભરૂચનાં વાલિયામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો 12 ઓક્ટો. સુઘી વિવિધ ભાગોમાં વરસાદ પડશે : અંબાલાલ પટેલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે : અંબાલાલ પટેલ રાજ્યભરમાં છેલ્લા 9 દિવસ...
12:01 PM Oct 12, 2024 IST | Vipul Sen
  1. રાજ્યમાં 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ (Rain in Gujarat)
  2. ભરૂચનાં વાલિયામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો
  3. 12 ઓક્ટો. સુઘી વિવિધ ભાગોમાં વરસાદ પડશે : અંબાલાલ પટેલ
  4. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે : અંબાલાલ પટેલ

રાજ્યભરમાં છેલ્લા 9 દિવસ નવરાત્રિની (Navratri 2024) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ખેલૈયાઓમાં ડર હતો કે મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે. પરંતુ, એવું ન થતા ખેલૈયાઓએ નવરાત્રિનાં નવ દિવસ ખૂબ ગરબે ધૂમ્યા. જો કે, નવરાત્રિનાં છેલ્લા દિવસે કેટલીક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) વરસ્યો હતો.

આ પણ વાંચો - Dussehra 2024 : ફાફડા-જલેબીનાં ભાવમાં 20 ટકાનો વધારો! જાણો ભાવ, રાજ્યભરમાં શસ્ત્રપૂજન

રાજ્યમાં 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 53 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભરૂચ (Bharuch) જિલ્લાનાં વાલિયામાં અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે, નવસારી (Navsari) અને મહુવામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, તાપી, વાલોડ, કામરેજ, બારડોલીમાં 1-1 ઇંચ અને અન્ય તાલુકામાં અડધાથી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં વધુ એક HIT and RUN, બેફામ આવતા કારચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા મોત

હવામનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા કહ્યું કે, 12 ઓક્ટોબર સુઘી રાજ્યનાં અલગ-અલગ ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં વરસાદ (Rain in Gujarat) પડી શકે છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંઘીનગરમાં (Gandhinagar) વિવિધ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ડાંગ, વલસાડ અને નવસારીનાં અનેક ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે.

આ પણ વાંચો - Gandhinagar : રૂપાલ ગામે ઐતિહાસિક પલ્લી યાત્રા સંપન્ન, 5 હજાર વર્ષથી ચાલી રહી છે અવિરત પરંપરા, જુઓ Video

Tags :
12 ઓક્ટો. સુઘી વિવિધ ભાગોમાં વરસાદ પડશે
Next Article