ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain in Gujarat : અંતિમ રાઉન્ડમાં મેઘરાજા વિફર્યા! જાણો આવતીકાલ કેવી રહેશે ?

હવામાન વિભાગની નાઉકાસ્ટના માધ્યમથી વૉર્નિંગ રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના મોટાભાગના વિસ્તાર એલર્ટ પર 10-12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે : અંબાલાલ Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે. પરંતુ, છેલ્લા બે...
11:20 PM Sep 27, 2024 IST | Vipul Sen
  1. હવામાન વિભાગની નાઉકાસ્ટના માધ્યમથી વૉર્નિંગ
  2. રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ
  3. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના મોટાભાગના વિસ્તાર એલર્ટ પર
  4. 10-12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે : અંબાલાલ

Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે. પરંતુ, છેલ્લા બે દિવસથી વરસાદે રાજ્યનાં અનેક જિલ્લાઓને ઘમરોળ્યા છે. સુરત (Surat), જુનાગઢ, ભાવનગર (Bhavnagar), અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે જુનાગઢમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. જુનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે આવતીકાલે અને આગામી દિવસોમાં વરસાદનો મૂડ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી સામે આવી છે.

આ પણ વાંચો - Rajkot : સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફ્લો, 18 દરવાજા 6 ફૂટ ખોલાયા, 22 ગામ એલર્ટ પર

રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ

જણાવી દઈએ કે, હવામાન વિભાગે (Meteorological Department) નાઉકાસ્ટનાં માધ્યમથી વૉર્નિંગ આપી છે. વિભાગે રાજ્યનાં ત્રણ જિલ્લાઓ રાજકોટ (Rajkot), જૂનાગઢ (Junagadh) અને પોરબંદરમાં સાંજે 7 સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ, આ ત્રણેય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સાંજે 7 વાગ્યા સુધી અડધા ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું (Rain in Gujarat) છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું છે. બાકીનાં તમામ જિલ્લામાં પણ યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરાયું છે. દિવસભર રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે.

આ પણ વાંચો - Junagadh માં મેઘ તાંડવ! ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ, વાહનો તણાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા!

નવરાત્રિમાં ગરમી, ઉકળાટ પણ રહેશેઃ અંબાલાલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા જણાવ્યું કે, મેહુલિયો નવરાત્રિનાં રંગમાં ભંગ પાડી શકે છે. 7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા હોવાથી 10-12 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદ પડી શકે છે. સાથે જ 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં (Arabian Sea) વાવાઝોડાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આથી, નવરાત્રિમાં ગરમી, ઉકળાટ પણ રહી શકે છે. શરદ પૂનમની (Sharad Poonam) રાત્રે ચંદ્ર વાદળોથી ઢંકાયેલો રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શરદ પૂનમની રાત્રે સમુદ્રમાં વાવઝોડું આવી શકે છે.

આ પણ વાંચો - અંકલેશ્વરમાં WAQF બોર્ડનાં નકલી દસ્તાવેજો મામલે જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ આરોપી

Tags :
AhmedabadAmbalal PatelArabian SeaBhavnagarGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newsheavy rainJunagadhLatest Gujarati NewsMeteorological DepartmentMonsoon in GujaratPorbandarrain in gujaratRAJKOTRed AlertSaurashtraSharad Poonamstormyellow alert
Next Article