Rain Gujarat: જાણો ક્યાં તાલુકામાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો, આ રહ્યો આંકડો
Rain Gujarat: રાજ્યમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. નોંધનીય છે કે, ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, સૌથી વધુ મેંદરડામાં 24 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ થયો છે. ખાસ કરીને વરસાદ થતાની સાથે અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટનાઓ પણ બનવા પામી છે.
24 કલાકમાં ક્યા તાલુકામાં કેટલો વરસાદ? | |||
સૌરાષ્ટ્ર - કચ્છ | દક્ષિણ ગુજરાત | ||
રાજકોટ | 1.6 ઈંચ વરસાદ | સુરત | 1.4 ઈંચ વરસાદ |
અમરેલી | 1.6 ઈંચ વરસાદ | ભરૂચ | 1.5 ઈંચ વરસાદ |
ભાવનગર | 1.8 ઈંચ વરસાદ | ડાંગ | 2.4 ઈંચ વરસાદ |
બોટાદ | 2.0 ઈંચ વરસાદ | નવસા | 0.7 ઈંચ વરસાદ |
દેવભૂમિ દ્વારકા | 2.7 ઈંચ વરસાદ | તાપી | 0.7 ઈંચ વરસાદ |
ગીર સોમનાથ | 2.4 ઈંચ વરસાદ | વલસાડ | 1.0 ઈંચ વરસાદ |
જામનગર | 2.1 ઈંચ વરસાદ | નર્મદા | 0.6 ઈંચ વરસાદ |
જુનાગઢ | 3.4 ઈંચ વરસાદ | મધ્ય ગુજરાત | |
મોરબી | 1.5 ઈંચ વરસાદ | અમદાવાદ | 0.1 ઈંચ વરસાદ |
પોરબંદર | 0.1 ઈંચ વરસાદ | વડોદરા | 0.6 ઈંચ વરસાદ |
સુરેન્દ્રનગર | 1.3 ઈંચ વરસાદ | આણંદ | 0.0 ઈંચ વરસાદ |
કચ્છ | 2.2 ઈંચ વરસાદ | છોટાઉદેપુર | 2.9 ઈંચ વરસાદ |
ઉત્તર ગુજરાત | દાહોદ | 0.7 ઈંચ વરસાદ | |
ગાંધીનગર | 0.7 ઈંચ વરસાદ | ખેડા | 0.0 ઈંચ વરસાદ |
મહેસાણા | 0.1 ઈંચ વરસાદ | મહીસાગર | 0.0 ઈંચ વરસાદ |
અરવલ્લી | 0.1 ઈંચ વરસાદ | પંચમહાલ | 0.6 ઈંચ વરસાદ |
પાટણ | 0.0 ઈંચ વરસાદ | ||
બનાસકાંઠા | 0.3 ઈંચ વરસાદ | ||
સાબરકાંઠા | 0.4 ઈંચ વરસાદ |
મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું
ગુજરાતમાં અત્યારે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના કાલુપુર, દરિયાપુર, શાહપુર, લાલદરવાજા, નવરંગપુરા, આશ્રમ રોડ અને પ્રગતિનગર સહિતાના વિસ્તારમાં વરસાદ થયો છે. અમદાવાદમાં વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, હવામાન વિભાગે વરસાદની અગાઉ આગાહી કરવામાં આવી હતી. વરસાદી ઝાપટાંને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે શહેરના પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું.
વરસાદ થતા અત્યારે ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળ્યો
નોંધનીય છે કે, વરસાદ થતા અત્યારે ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળ્યો છે. ખેડૂતોમાં ખુશી એટલા માટે છે કે, હવે વાવણીનો સમય થયો છે. આ બેથી ત્રણ દિવસોમાં ખેડૂતો વાવણી કરી લેવાના છે. જો કે, અત્યારે હજી પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં હવે ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે. આજે વહેલી સવારથી રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ થયો છે.