Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra માં વરસાદી આફત, નાસિકમાં અનેક ઐતિહાસિક મંદિરો ડૂબ્યા Video

Maharashtra માં વરસાદના કારણે લોકો પરેશાન નાના, મોટા અને ઐતિહાસિક મંદિરો પાણીમાં ગરકાવ પર્વતીય રાજ્યો અને જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટના મહારાષ્ટ્ર (Maharashtra)ના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની મુંબઈમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. વરસાદને કારણે રાજ્યના વિવિધ...
maharashtra માં વરસાદી આફત  નાસિકમાં અનેક ઐતિહાસિક મંદિરો ડૂબ્યા video
  1. Maharashtra માં વરસાદના કારણે લોકો પરેશાન
  2. નાના, મોટા અને ઐતિહાસિક મંદિરો પાણીમાં ગરકાવ
  3. પર્વતીય રાજ્યો અને જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટના

મહારાષ્ટ્ર (Maharashtra)ના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની મુંબઈમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં હજારો લોકો પ્રભાવિત થયા છે. પુણે, નાસિક, સાંગલી અને કોલ્હાપુરમાં નદીઓ ઉછળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થાણે, લોનાવાલા અને મહાબળેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નાશિકના અનેક મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRF અને સેનાની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

Advertisement

નાના, મોટા અને ઐતિહાસિક મંદિરો પાણીમાં ગરકાવ...

નાશિકમાં કેટલાક કલાકો સુધી ભારે વરસાદ બાદ ગંગાપુર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ગોદાવરી નદીમાં ઉછાળો આવ્યો છે. ગોડા ઘાટ પર અનેક નાના-મોટા અને ઐતિહાસિક મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. પૂરની સ્થિતિને જોતા સ્થાનિક પ્રશાસને નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અને ઊંચા સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે. સાવચેતીના પગલાં લઈ ગોડા ઘાટ વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : LG હશે દિલ્હીના અસલી બોસ! સુપ્રીમ કોર્ટે કહ્યું- 'LG ને સરકારની સલાહ માનવાની જરૂર નથી'

Maharashtra ના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ...

હવામાન વિભાગે નાસિક, પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. આ તમામ સ્થળોએ 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ થાણે, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ અને નાસિક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ તેની આગાહીમાં કહ્યું છે કે પાલઘરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડશે. પૂણે અને સાતારાના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

Advertisement

આ પણ વાંચો : Rajasthan માં વરસાદી આફત, Jodhpur માં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થતા 12 મજૂરો દટાયા, 3 ના મોત

પર્વતીય રાજ્યો અને જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટના...

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર (Maharashtra) સિવાય અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ નોંધાઈ છે. કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે 300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો : Wayanad landslides : 300 થી વધુ મૃતદેહ, 180 હજુ પણ ગુમ, 7 દિવસ બાદ ખૂલી સ્કૂલો...

Tags :
Advertisement

.