Humsafar Expressમાં સગીરાની છેડતીના આરોપ બાદ રેલવે કર્મીની હત્યા
- ઉત્તર પ્રદેશના લખનૌ થી કાનપુર વચ્ચે પસાર થઇ રહેલી ટ્રેનમાં ચોંકાવનારી ઘટના
- સગીરા સાથે છેડતીના આરોપમાં રેલ કર્મીને પીટી નાખી હત્યા કરી
- લખનૌથી કાનપુર પહોંચ્યા ત્યાં સુધી મારતા રહ્યા
Humsafar Express : ઉત્તર પ્રદેશના લખનૌ થી કાનપુર વચ્ચે પસાર થઇ રહેલી ટ્રેનમાં ચોંકાવનારી ઘટના બની છે. મળી રહેલા સમાચાર મુજબ ચાલુ ટ્રેનમાં કેટલાક મુસાફરો દ્વારા એક રેલવે કર્મચારીને નિર્દયતાથી માર મારી તેની હત્યા કરી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બિહારના બરૌનીથી નવી દિલ્હી જઈ રહેલી હમસફર એક્સપ્રેસ (Humsafar Express)માં બની હતી. મૃતક રેલવે કર્મચારી પર સગીર છોકરીની છેડતી કરવાનો આરોપ હતો. આ ઘટના હમસફર એક્સપ્રેસની એસી બોગીમાં બની હતી. પોલીસે મૃતક રેલવે કર્મચારીની ઓળખ પ્રશાંત કુમાર તરીકે કરી છે. આ કેસમાં સગીર બાળકીની માતાએ આરોપી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે મૃતક રેલવે કર્મચારીના પરિવારજનોએ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
લખનૌથી કાનપુર પહોંચ્યા ત્યાં સુધી મારતા રહ્યા
કહેવામાં આવી રહ્યું છે કે સગીરા સાથે છેડતી કરવાના આરોપમાં મુસાફરોએ પ્રશાંત કુમારને ઘણા કલાકો સુધી માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લખનૌથી ટ્રેન ઉપડ્યા બાદ જ આ મામલો સામે આવ્યો હતો. આ પછી મુસાફરોએ પ્રશાંતને માર મારવાનું શરૂ કરી દીધું હતું. અને ટ્રેન કાનપુર પહોંચી ત્યાં સુધી આ મારપીટ ચાલુ રહી. બાદમાં જીઆરપીને કાનપુર સ્ટેશન પર આ ઘટનાની જાણ કરવામાં આવી અને જીઆરપીએ આરોપી પ્રશાંત કુમારને કસ્ટડીમાં લીધો અને નજીકની હોસ્પિટલમાં પહોંચી. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોની ટીમે પ્રશાંત કુમારને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો---South Delhiમાં ગેંગવોર...? અંધાધૂંધ ફાયરિંગ કરી જિમ માલિકને ઉડાવી દેવાયો....
પીડિતાનો પરિવાર બિહારના સિવાનથી આવત હતો
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી દ્વારા છેડતીનો ભોગ બનેલી 11 વર્ષની બાળકીનો પરિવાર બિહારના સિવાનથી આ ટ્રેનમાં ચડ્યો હતો. જીઆરપીના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રશાંત કુમાર રાત્રે લગભગ 11.30 વાગ્યે એસી બોગીના એમ-1 કોચમાં મુસાફરી કરી રહેલી બાળકી પાસે આવ્યો, ત્યારે તેણે જોયું કે બાળકીની માતા શૌચાલયમાં ગઈ હતી. આ પછી તેણે સગીરાને તેની સાથે તેની સીટ પર આવવા કહ્યું. જ્યારે બાળકી તેની સાથે તેની સીટ પર ગઈ ત્યારે આરોપીએ તેની છેડતી કરી હતી જેથી સગીરા રડવા લાગી અને બાદમાં તેણે આખી ઘટના તેની માતાને જણાવી.
પરિવારના અન્ય સભ્યોએ અન્ય મુસાફરોને જાણ કરી
જ્યારે સગીરાના પિતા અને દાદાને છેડતીના સમાચાર મળ્યા તો તેઓએ ટ્રેનના તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોને પણ આ ઘટના વિશે જાણ કરી. આ પછી તમામ મુસાફરોએ મળીને આરોપી રેલવે કર્મચારીને પકડી લીધો હતો અને બધાએ તેને મારવાનું શરૂ કર્યું. આરોપીની મારપીટ શરૂ થઈ ત્યાં સુધીમાં ટ્રેન લખનૌના આઈશબાગ પહોંચી ગઈ હતી. ત્યારબાદ ટ્રેન કાનપુર પહોંચી ત્યાં સુધી મુસાફરોએ આરોપીઓને મારતા રહ્યા.
રેલવે કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી
બાદમાં મુસાફરોએ આ ઘટના અંગે રેલવે કંટ્રોલ રૂમને જાણ કરી હતી. બુધવારે સવારે 4.30 વાગ્યે ટ્રેન કાનપુર સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર પહોંચતા જ પોલીસે આરોપી રેલવે કર્મચારીને કસ્ટડીમાં લીધો હતો. આ પછી, તેને તબીબી તપાસ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો---Kolkata Doctor Murder Case માં ચોંકાવનારું અપડેટ..!