ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું", CM યોગીએ કહ્યું - અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું...

ઉત્તર પ્રદેશ (UP)ના CM યોગી આદિત્યનાથે સોમવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ અયોધ્યામાં વિસ્થાપિત લોકોને આપવામાં આવેલા વળતર લઈને સંસદમાં ખોટી રજૂઆત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નિવેદન યુપી અને અયોધ્યાને બદનામ કરવા માટે આપવામાં આવ્યું...
07:58 AM Jul 02, 2024 IST | Dhruv Parmar

ઉત્તર પ્રદેશ (UP)ના CM યોગી આદિત્યનાથે સોમવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ અયોધ્યામાં વિસ્થાપિત લોકોને આપવામાં આવેલા વળતર લઈને સંસદમાં ખોટી રજૂઆત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નિવેદન યુપી અને અયોધ્યાને બદનામ કરવા માટે આપવામાં આવ્યું છે. રાહુલે ગૃહમાં ખોટું નિવેદન અત્યંત નિંદનીય અને શરમજનક છે. તેમણે કેહ્યું કે, અયોધ્યામાં વિવિધ વિકાસ કર્યો દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોને વળતર તરીકે 1,733 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે.

CM યોગીએ કહ્યું કે, આપને બધાએ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને લોકસભા ચૂંટણીમાં ખોટા અને ભ્રામક નિવેદનો આપતા જોયા છે. બંધારણનું ગળું દબાવનારાઓએ બંધારણ વિશે ભ્રામક નિવેદનો કરીને વિદેશી નાણાની મદદથી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ નકલી બોન્ડ ભરીને ભારતની માતાઓ અને બહેનોને ગેરમાર્ગે દોરતા હતા. આજે ફરી તેમણે ખોટું નિવેદન આપ્યું છે, જે અત્યંત નીદ્ન્નીય અને શરમજનક છે.

અયોધ્યાની ઓળખ કોને વંચિત કરી...

CM યોગીએ કહ્યું કે, બધા જાણે છે કે કોણે અયોધ્યાને તેની ઓળખથી વંચિત રાખ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના સાથીઓએ માત્ર અતોધ્યા નિર્વાસિત જ નથી કર્યું સરયુને લોહીમાં તરબોળ પણ કર્યું હતું. આજે જ્યારે અયોધ્યા તેની ભૂવ્યતા પુનઃસ્થાપિત કરી રહી છે અને સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે ત્યારે કોંગ્રેસ તેને કેવી રીતે સારું માની શકે? કોંગ્રેસ જુઠ્ઠાણાનું પોટલું છે. સત્ય એ છે કે 1,733 કરોડ રૂપિયા અયોધ્યાના લોકોના માત્ર વળતર માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

રાહુલના નિવેદનો સત્યથી પરે જૂઠાણાનું પોટલું છે...

તેમણે વધુમાં કહ્યું કે રામપથ, ભક્તિપથ, જન્મભૂમિ પથ હોય કે એરપોર્ટ, જેમની જમીન, દુકાનો અને મકાનો સામેલ હતા તેમને વળતર આપવામાં આવ્યું છે. જેની પાછળ દુકાન બાંધવા માટે જગ્યા હતી, તેમની દુકાનો બાંધવામાં આવી, જેમની પાસે જગ્યા નથી તેમને દુકાનો આપવાનું કામ બહુમાળી સંકુલ બનાવીને આગળ ધપાવવામાં આવ્યું. રાહુલના નિવેદનો સત્યથી પરે જૂઠાણાનું પોટલું છે. આ યુપી અને અયોધ્યાને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ ભારત અને અયોધ્યાની છબીને કલંકિત કરવાની માનસિકતાનો એક ભાગ છે, જે આ આકસ્મિક હિંદુઓ આઝાદી પછીથી સતત કરતા આવ્યા છે.

અયોધ્યામાં વળતર આપવામાં આવ્યું...

આ પણ વાંચો : રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી

આ પણ વાંચો : MAHARASHTRA : ભારતની જીતનો જશ્ન મનાવતા લોકો પર જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસી માર્યો ઢોર માર!

આ પણ વાંચો : Rajasthan Accident : ભયાનક અકસ્માતમાં 2 બાળકો સહિત 9ના મોત

Tags :
ayodhya ram templeCompensation in AyodhyaGujarati NewsIndiaNationalrahul gandhi newsrahul gandhi parliament speechRahul gandhi speechrahul-gandhiRam templeYogi Adityanath
Next Article