ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે...

મેડિકલ પરીક્ષા NEET ને લઈને હાલ સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સામાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTA એ તાજેતરમાં યોજાયેલી UGC-NET પરીક્ષા રદ કરી છે....
04:56 PM Jun 20, 2024 IST | Dhruv Parmar

મેડિકલ પરીક્ષા NEET ને લઈને હાલ સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સામાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTA એ તાજેતરમાં યોજાયેલી UGC-NET પરીક્ષા રદ કરી છે. આ બધા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુરુવારે NEET પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર ધારદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

PM પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી - રાહુલ

NEET અને UGC-NET પરીક્ષા રદ કરવા પર થયેલા હોબાળા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, PM મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં પેપર લીક થવાનું બંધ થવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીકના દોષિતોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું...

જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું રાહુલ સંસદમાં NEET અને UGC-NET પરીક્ષા રદ કરવાનો મુદ્દો ઉઠાવશે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હા અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.' રાહુલ ગાંધીએ કહ્યું કે સંસ્થાઓમાં વિચારધારાના આધારે નિમણૂકો થઇ રહી છે. જેના કારણે સમસ્યાઓ આવી રહી છે.

શિક્ષણ વ્યવસ્થા તોડી પાડવામાં આવી - રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે નોટબાંધી અને અર્થવ્યવસ્થા સાથે જે કર્યું તે હવે શિક્ષણ પ્રણાલી સાથે કરવામાં આવ્યું છે. જેના કારણે લોકો પરેશાન છે. ઉદેશ્યલક્ષી શિક્ષણ પ્રણાલીને તોડી પડાઈ છે. મહત્વનું છે કે, અહીં જે લોકો દોષિત છે તેમને ન્યાયના કટઘરેમાં લાવવામાં આવે અને સજા ફટકારવામાં આવે.

આ પણ વાંચો : નીતિશ કુમારને લાગ્યો મોટો ઝટકો, હાઈકોર્ટે બિહારમાં 65 ટકા અનામતનો કાયદો કર્યો રદ

આ પણ વાંચો : NEET માં Cheat કરતા માસ્ટરમાઈન્ડની કબૂલાત, આ ભાવે વેચ્યું વિદ્યાર્થીઓનું ભવિષ્ય

આ પણ વાંચો : ચૂંટણી પહેલા હરિયાણામાં ખેડૂત સંગઠનો સક્રિય, રાજ્યમાં યાત્રા કાઢી ભાજપને ચિંતામાં મુકવાની તૈયારી

Tags :
BJPCongressGujarati NewsIndiaNarendra ModiNationalNEET ExamNEET Paper Leakpm modirahul-gandhi
Next Article