Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની મુલાકાતે આવશે Rahul Gandhi, ધરપકડ થયેલા કોંગ્રેસ નેતાઓ સાથે કરશે મુલાકાત

Rahul Gandhi: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની સામ-સામે આથડામણ થઈ હતી. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. નોંધનીય છે કે, જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે અત્યારે મોટા સમાચાર...
ગુજરાતની મુલાકાતે આવશે rahul gandhi  ધરપકડ થયેલા કોંગ્રેસ નેતાઓ સાથે કરશે મુલાકાત

Rahul Gandhi: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની સામ-સામે આથડામણ થઈ હતી. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. નોંધનીય છે કે, જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કોંગ્રેસ કાર્યકર્તાઓને મળવા માટે ગુજરાત આવવાના છે તેવી સમાચાર સામે આવ્યા છે.

Advertisement

શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને કરી હતી અપીલ

એવી જાણકારી મળી છે કે, ધરપકડ થયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને મળવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) અમદાવાદ આવવાના છે. નોંધનીય છે કે, શક્તિસિંહ ગોહિલ દ્વારા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ગુજરાત (Gujarat) આવવા માટે અપીલ કરવામાં આવી હતી. મળતી વિગતે પ્રમાણે રાહુલ ગાંધી અમદાવાદ આવી ધરપકડ કરાયેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના છે. પરંતુ મહત્વની વાત એ છે કે, કઈ તારીખે આવશે તે નક્કી કરવામાં નથી આવ્યું પરંતુ હા કોંગ્રેસના પ્રદેશ નેતાઓને 6 જુલાઈ અમદાવાદ આવવા માટે સુચના આપી દેવામાં આવી છે.

પોતાના અભિભાષણમાં હિંદુઓ વિશે આપ્યું હતું નિવેદન

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના અભિભાષણમાં હિંદુ ધર્મ વિશે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને તેમનો દેશભરમાં વિરોધ થયો હોય તેવી વિગતો સામે આવી હતી. નોંધનીય છે કે, અમદાવાદમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. આ અથડામણ બાદ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. જેથી કેટલાક નેતા અને કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Advertisement

રાહુલ ગાંધી આગામી થોડા દિવસોમાં ગુજરાત આવશે

અત્યારે એવી વિગતો સામે આવી છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી થોડા દિવસોમાં ગુજરાત આવવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મળતી વિગતો પ્રમાણે તેઓ ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને મળવા માટે આવવા ના છે. તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા રાહુલ ગાંઘીને ગુજરાત (Gujarat) આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Navsari ના વકીલે પોતાની જીવનલીલા સંકેલી! ડીકંપોઝ હાલતમાં મળી આવી લાશ

આ પણ વાંચો: Gujarat: મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો, સરકારનો કર્મયોહી હિતકારી નિર્ણય

આ પણ વાંચો: Gandhinagar : ભાટ ગામ નજીક એક ઘરમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી, એકનું મોત

Advertisement
Tags :
Advertisement

.