Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાહુલ ગાંધીએ ખાલી કર્યો સરકારી બંગલો, માતા સોનિયા જોડે રહેવા ગયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​ પોતાને સાંસદ તરીકે ફાળવાયેલો 12, તુઘલક લેન ખાતે સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. રાહુલ ગાંધી આજે બપોરે 3 વાગ્યા સુધીમાં લોકસભા સચિવાલયના અધિકારીઓને બંગલાની ચાવીઓ સોંપશે. 14 એપ્રિલે રાહુલ ગાંધીએ તેમની ઓફિસ અને...
02:45 PM Apr 22, 2023 IST | Vipul Pandya
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​ પોતાને સાંસદ તરીકે ફાળવાયેલો 12, તુઘલક લેન ખાતે સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. રાહુલ ગાંધી આજે બપોરે 3 વાગ્યા સુધીમાં લોકસભા સચિવાલયના અધિકારીઓને બંગલાની ચાવીઓ સોંપશે. 14 એપ્રિલે રાહુલ ગાંધીએ તેમની ઓફિસ અને કેટલીક અંગત વસ્તુઓ બંગલામાંથી તેમની માતા સોનિયા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાને શિફ્ટ કરી હતી.
માતા સોનિયા સાથે રહેવા ગયા
સૂત્રોએ જણાવ્યું કે રાહુલ  ગાંધીએ શુક્રવારે સાંજે બંગલામાંથી તેમનો બાકીનો સામાન ઉપાડ્યો હતો. આ બંગલો તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો. તેમનો સામાન લઈને જતી એક ટ્રક બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. તે લગભગ બે દાયકાથી આ બંગલામાં રહેતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે  તેઓ પહેલેથી જ તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10, જનપથ આવાસ પર રહેવા લાગ્યા છે.
રાહુલને 2 વર્ષની સજા થઇ હતી
તમને જણાવી દઈએ કે 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેમને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ પછી, લોકસભા સચિવાલયે તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા કહ્યું. રાહુલ ગાંધીએ સુરત મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેણે સજાને રદ કરવાની તેમની અપીલને ફગાવી દીધી હતી. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે સેશન્સ કોર્ટના આદેશને આવતા અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.
લોકસભા સચિવાલયે બંગલો ખાલી કરવાનું કહ્યું હતું
રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા માટે નોટિસ મોકલી હતી. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ SPG સુરક્ષા કવચ હટાવ્યા બાદ લોધી એસ્ટેટ સ્થિત બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પહેલીવાર 2004માં ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 2019માં તેઓ વાયનાડથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.
આ પણ વાંચો---અતીકનું મહિમામંડન કરતા વોટસએપ ગૃપમાં હત્યારો અરુણ પણ જોડાયેલો હતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
defemation casegovernment bungalowrahul-gandhiSoniya Gandhi
Next Article