Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi : અયોધ્યા જવાના વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી, મને રસ નથી'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રામ મંદિરના અભિષેકને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં નથી જઈ રહ્યા. આ પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું, '22 જાન્યુઆરીની ઘટના એક...
rahul gandhi   અયોધ્યા જવાના વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું   મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી  મને રસ નથી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રામ મંદિરના અભિષેકને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં નથી જઈ રહ્યા. આ પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું, '22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે.

Advertisement

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વધુમાં કહ્યું કે, અમે બધા ધર્મો સાથે છીએ. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. મારે મારા શર્ટ પર મારો ધર્મ પહેરવાની જરૂર નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી પણ કોઈ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં.

Advertisement

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેનો તેની સાથે અંગત સંબંધ છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું અને તેમનો આદર કરું છું. હું નફરત ફેલાવતો નથી.

RSS અને ભાજપે 22 જાન્યુઆરીના કાર્યક્રમને રાજકીય નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનાવી દીધો છે. આ સંઘ અને ભાજપનો કાર્યક્રમ બની ગયો છે. આથી કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે તેઓ કાર્યક્રમમાં નહીં જાય. અમે એવા લોકોમાંના છીએ જેઓ તમામ ધર્મોને માને છે અને તેનું સન્માન કરે છે. હિંદુ ધર્મના મોટા નેતાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે તેને રાજકીય કાર્યક્રમ પણ ગણાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Ram Mandir Live Steaming : તમે અયોધ્યા ન જતા હોવ તો પણ જોઈ શકશો પ્રાણ પ્રતિષ્ઠાનો સમગ્ર કાર્યક્રમ, જાણો કેવી રીતે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.