Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન, ભાજપના દિગ્ગજ નેતા પર કરી હતી ટિપ્પણી

Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે સુલ્તાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં હાજર રહ્યા હતાં. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ...
12:11 PM Feb 20, 2024 IST | VIMAL PRAJAPATI
Rahul Gandhi

Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે સુલ્તાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં હાજર રહ્યા હતાં. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન તત્કાલિન બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી દુઃખી થઈને ભાજપના નેતા અને ભૂતપૂર્વ સહકારી ચેરમેન વિજય મિશ્રાએ સિવિલ કોર્ટની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં આજે સુનામણી હતી. નોંધનીય છે કે, રાહુલ ગાંધી પોતાના ભારત જોડો ન્યાય યાત્રા છોડીને ન્યાયલયમાં હાજર રહ્યા હતાં.

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા

મળતી વિગતો પ્રમામે ફરિયાદ નોંધાવનાર વિજય મિશ્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એક રાષ્ટ્રીય પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે અમિત શાહને ખૂની ગણાવ્યા હતા. રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી તેઓ દુઃખી થયા છે. ત્યાર બાદ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સહકારી ચેરમેન વિજય મિશ્રાએ સિવિલ કોર્ટની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં આજે રાહુલ ગાંધીની હાજરી હતી.

રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતાં

સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહોંચ્યા ત્યારે તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું નિર્દોષ છું અને મારા પર લગાવામાં આવેલા આરોપ ખોટા છે. ત્યાર બાદ રાહુલ ગાંધીના વકીલે જજ સમક્ષ દલીલ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપીને આગામી તારીખ આપી હતી.

આ પણ વાંચો: Passport of India: જાણો કયા દેશ પાસે છે વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ, ભારતના આંકડા તો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી

Tags :
Gujarati Newsnational newspolitical newsRahul Gandhi CongressRahul Gandhi Controversial Statements
Next Article