Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Politics : 'વર્લ્ડ કપની હાર માટે..' રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર પર પ્રતિક્રિયાઓ હજું પણ આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળેલી હાર પર પ્રતિક્રિયા આપી છે. નોંધનીય વાત એ છે કે તેમનું નામ લીધા વિના તેમણે ટીમ ઈન્ડિયાની હાર માટે...
politics    વર્લ્ડ કપની હાર માટે    રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર પર પ્રતિક્રિયાઓ હજું પણ આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળેલી હાર પર પ્રતિક્રિયા આપી છે. નોંધનીય વાત એ છે કે તેમનું નામ લીધા વિના તેમણે ટીમ ઈન્ડિયાની હાર માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યા હતા. રાહુલ ગાંધીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલને એમ કહેતા સાંભળી શકાય છે કે, ' આપણા છોકરાઓ જીતી ગયા હોત... પરંતુ પનોતીએ હરાવી દીધા '.

Advertisement

વર્લ્ડ કપમાં હારનું દુઃખ

વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે ટીમ ઈન્ડિયાની કારમી હારથી આખી દુનિયા ચોંકી ગઈ હતી. ટીમ ઈન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી અને ફાઈનલ મેચમાં તેનો પરાજય થયો હતો. ભારતીય ક્રિકેટ ચાહકો માટે આ હાર કોઈ ઘાથી ઓછો નથી, જેને તેઓ ભૂલી શકતા નથી. ફાઈનલમાં હાર છતાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ રમતની ભાવનામાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની પ્રશંસા કરી છે. રાહુલ ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાના પ્રદર્શનના વખાણ કર્યા હતા.

Advertisement

રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન

પરંતુ હવે આને મુદ્દો બનાવીને તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જાલોરમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, " આપણા છોકરાઓ વર્લ્ડ કપ જીતી ગયા હોત, પરંતુ પનોતીએ તેમને હરાવી દીધા, પરંતુ ટીવીવાળા આવું નહીં કહે. જનતા આ જાણે છે."

Advertisement

ભાજપે નારાજગી વ્યક્ત કરી

રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે રાહુલને પીએમ મોદી પરના નિવેદન બદલ માફી માંગવા કહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ પીએમ મોદી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે. જો રાહુલ ગાંધી વડાપ્રધાનની માફી નહીં માંગે તો અમે તેને દેશમાં મોટો મુદ્દો બનાવીશું.

પીએમ મોદી વર્લ્ડ કપ ફાઈનલ જોવા પહોંચ્યા હતા

તમને જણાવી દઈએ કે PM મોદી રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયાની અંતિમ ODI મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ સ્ટેડિયમમાં હાજર હતા.

આ પણ વાંચો---RAJASTHAN : કોંગ્રેસની વિદાય નક્કી,ભ્રષ્ટાચારને લઇને કરૌલીમાં ગરજ્યા PM MODI

Tags :
Advertisement

.