ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Counting સમયે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાં છે...?

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી હરિયાણામાં ભાજપ હેટ્રીક સર્જવા તરફ આગળ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ તથા કોંગ્રેસ 52 બેઠકો પર આગળ પરિણામના દિવસે રાહુલ અને પ્રિયંકા ગાંધી વિદેશમાં Counting of Votes : હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી...
11:56 AM Oct 08, 2024 IST | Vipul Pandya
Rahul Gandhi, Priyanka Gandhi

Counting of Votes : હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી (Counting of Votes )શરૂ થઈ ગઈ છે. આજે હરિયાણાના તમામ 22 જિલ્લાઓની 90 વિધાનસભા બેઠકો અને જમ્મુ-કાશ્મીરના તમામ 20 જિલ્લાઓની 90 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામોનો જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તેમાં હરિયાણામાં ભાજપ હેટ્રીક સર્જવા તરફ આગળ વધી રહ્યું છે. હરિયાણામાં વલણો મુજબ ભાજપ 50 બેઠક અને કોંગ્રેસ 34 બેઠક પર આગળ છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ તથા કોંગ્રેસ 52 બેઠકો પર આગળ છે જ્યારે ભાજપ 23 બેઠકો પર આગળ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને એક મોટું અપડેટ

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને સત્તા મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

આ પણ વાંચો---Haryana Election : જો હરિયાણામાં કોંગ્રેસ જીતશે તો 'CM'..., ભુપેન્દ્ર હુડ્ડાનું મોટું નિવેદન Video

પરિણામના દિવસે રાહુલ અને પ્રિયંકા ગાંધી વિદેશમાં

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને વિદેશમાં છે. રાહુલ ગાંધી આજે સાંજ સુધીમાં પરત ફરશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. પ્રિયંકા ગાંધીને પરત ફરતા હજુ થોડા દિવસો લાગશે. રાહુલ ગાંધી આજે પરત ફરશે કે નહીં તે અંગે સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

કોંગ્રેસે હરિયાણામાં જીતનો દાવો કર્યો છે

કૈથલ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ કહ્યું, "છેલ્લા એક વર્ષથી, જ્યારે હું કૈથલની શેરીઓ અને મહોલ્લાઓમાંથી પસાર થતો હતો, ત્યારે દરેકના મનમાં એક જ વાત હતી - પરિવર્તન. લોકો આ ભ્રષ્ટ, નફરતભર્યા વાતાવરણમાં જીવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી ભારી સરકારથી કંટાળીને એક્ઝિટ પોલ 60 સીટો બતાવી રહ્યા છે, પરંતુ હું કહું છું કે અમે 70 સીટો જીતીશું અને કૈથલ સીટ પણ જીતીશું.

ભાજપે જમ્મુ-કાશ્મીર વિશે આ વાત કહી

આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કવિન્દર ગુપ્તાએ કહ્યું હતું કે, "ભાજપે જમ્મુ અને કાશ્મીરના લોકોને વિકાસના માર્ગે આગળ ધપાવ્યો છે, તેમને પથ્થરબાજીથી મુક્ત કર્યા છે. અલગતાવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને વંશવાદથી મુક્ત કર્યા છે, તેથી અમે જે રીતે બુલેટથી બેલેટ તરફ, આતંકવાદથી પર્યટન તરફ આગળ વધ્યા છે, લોકોએ ભાજપને મત આપ્યો છે અને તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. એક્ઝિટ પોલ અંગે તેમણે કહ્યું કે, "એક્ઝિટ પોલના ડેટા અને અમારા ડેટામાં ફરક છે. અમે લોકોની વચ્ચે રહ્યા છીએ. અમે લોકોનો અભિપ્રાય જાણીએ છીએ. પરિણામ ભાજપની તરફેણમાં આવશે."

આ પણ વાંચો---Haryana બાજી પલટી, હવે ભાજપ આગળ

Tags :
Assembly Elections 2024BJPCongressCounting of voteselection resultselections in Haryana and Jammu and KashmirHaryanaHaryana election results 2024Jammu Kashmir Election Results 2024Jammu-KashmirPriyanka Gandhirahul-gandhi
Next Article