Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anant Ambani Radhika Merchant Pre Wedding : રાધિકા મર્ચન્ટે પોતાની લવ સ્ટોરી વિશે કરી વાત, તો ધોનીનો દેખાયો નેવર સીન અવતાર

Anant Ambani Radhika Merchant Pre Wedding : મુકેશ અંબાણીના આંગણે હાલ ખુશીનો અવસર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં ચાલી રહ્યા છે. આજે આ ભવ્ય ફંક્શનનો આજે બીજો દિવસ છે. ટૂંક સમયમાં રાધિકા...
anant ambani radhika merchant pre wedding   રાધિકા મર્ચન્ટે પોતાની લવ સ્ટોરી વિશે કરી વાત  તો ધોનીનો દેખાયો નેવર સીન અવતાર
Advertisement

Anant Ambani Radhika Merchant Pre Wedding : મુકેશ અંબાણીના આંગણે હાલ ખુશીનો અવસર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં ચાલી રહ્યા છે. આજે આ ભવ્ય ફંક્શનનો આજે બીજો દિવસ છે. ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી જામનગરમાં શરૂ થઈ હતી

Advertisement

અનંત અને રાધિકાના  પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન રાધિકા મર્ચન્ટે બધાને પોતાની અને અનંતની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. રાધિકા તેના અને અનંત વિશે વાત કરતાં ભાવુક થઈ હતી. નોંધનીય વાત અહી એ છે કે, રાધિકાએ જણાવ્યું કે તેમની લવ સ્ટોરી જામનગરમાં શરૂ થઈ હતી.

Advertisement

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ દેખાયા અલગ અંદાજમાં 

આ ભવ્ય ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પ્રી-વેડિંગ બેશના બીજા દિવસે ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળ્યા. ચાહકોને આ કપલનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે, અને તેમની સાથે કૈટરીના અને વિકી કૌશલ પણ જોવા માટે મળ્યા હતા.

આ બને બોલીવુડના કપલ અહી એકદમ ચીલ મોડમાં જોવા મળ્યા હતા.

માહીનો દેખાયો નેવર સીન અવતાર 

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ક્રિકેટરના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ખાસ વાત એમ છે કે ધોનીનો આ લુક એકદમ જ અલગ જોવા મળ્યો હતો.

સચિન જંગલ થીમ પાર્ટીમાં દેખાયો કુલ 

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં તે અને નીતા અંબાણી વાત કરતા જોવા મળે છે. પ્રિન્ટેડ વ્હાઇટ શર્ટ સાથે ગોગલ્સ પહેરેલો તેંડુલકર એકદમ સ્માર્ટ દેખાય છે. જ્યારે નીતા અંબાણી ઓલિવ ગ્રીન શર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

મુકેશ અંબાણી પણ પરિવાર સાથે હળવાશની માણતા દેખાયા 

અનંત અને રાધિકાના  પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન બીજા દિવસે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા. મુકેશ અંબાણી તેમની ભાવિ પુત્રવધુ સાથેના ફોટોસ સામે આવ્યા હતા.

આ પણ વાંચો -- પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપે કરી રાજપાલસિંહ જાદવની પસંદગી

Tags :
Advertisement

Trending News

.

×