ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર અશ્વિને ઇંગ્લૈંડ સામે પૂરી કરી વિકેટ્સની શતક, ઓલરાઉંડ પર્ફોમન્સમાં પણ અશ્વિન એક્કો 

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. તેના ચોથા ટેસ્ટ જે રાંચી ખાતે રમાઈ રહી છે તેમાં રવિ અશ્વિને નવો ઇતિહાસ સર્જ્યો છે. ભારતના સ્પિન કિંગે ગઈ મેચમાં જ ટેસ્ટ મેચમાં 500 વિકેટ લઈને વિક્રમ સર્જ્યો હતો....
03:38 PM Feb 23, 2024 IST | Harsh Bhatt

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. તેના ચોથા ટેસ્ટ જે રાંચી ખાતે રમાઈ રહી છે તેમાં રવિ અશ્વિને નવો ઇતિહાસ સર્જ્યો છે. ભારતના સ્પિન કિંગે ગઈ મેચમાં જ ટેસ્ટ મેચમાં 500 વિકેટ લઈને વિક્રમ સર્જ્યો હતો. હવે અશ્વિને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે બાદ અશ્વિનનું નામ ઇતિહાસના પાનાંમાં લખાઈ ગયો છે.  ચાલો જાણીએ અશ્વિને કયો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે. વિકેટસની શતક પૂરી કરનાર અશ્વિન ભારતનો પહેલો બોલર બન્યો છે. અશ્વિને ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોને પણ આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો છે.

ઇંગ્લૈંડ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર 

અશ્વિન ઉપરાંત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર ભાગવત સુબ્રમણ્યમ ચંદ્રશેખર છે. તેણે 38 ઇનિંગ્સમાં 95 વિકેટ લીધી છે. તે જ સમયે, ત્રીજા સ્થાન પર પૂર્વ ભારતીય ખેલાડી અનિલ કુંબલે છે, તેણે 36 ઇનિંગ્સમાં 85 વિકેટ પોતાના નામે કરી છે. હવે અશ્વિને આ તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે અને ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. આ ખેલાડીએ 43 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

ઓલરાઉંડ પર્ફોમન્સમાં અશ્વિન એક્કો 

રવિચંદ્રન અશ્વિન માત્ર ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો નથી, પરંતુ તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં 1000થી વધુ રન બનાવનાર અને ઓછામાં ઓછી 100 વિકેટ લેનાર ચોથો ખેલાડી પણ બન્યો છે. અશ્વિન ઉપરાંત ત્રણ એવા ખેલાડીઓ છે જેમણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 1000 પ્લસ રન અને 100 પ્લસ વિકેટ પોતાના નામે કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અશ્વિન માત્ર ઈંગ્લેન્ડ સામે જ નહીં પરંતુ કોઈપણ ટીમ સામે ટેસ્ટમાં ઓછામાં ઓછી 100 વિકેટ અને એક હજારથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ખેલાડી ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ શેન વોર્ન છે. તેણે 36 મેચની 72 ઇનિંગ્સમાં 195 વિકેટ લીધી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ડેનિસ લિલીનું નામ પણ બીજા સ્થાને આવે છે. તેણે ઇંગ્લિશ ટીમ સામે 57 ઇનિંગ્સમાં 167 વિકેટ ઝડપી છે. આ યાદીમાં ત્રીજા ક્રમાંકે વેસ્ટ ઇન્ડીસના એમ્બ્રોસનું નામ આવે છે જેને ઇંગ્લૈંડ સામે 164 વિકેટ લીધી છે.

આ પણ વાંચો -- Babar Azam એ કિંગ કોહલી અને યુનિવર્સ બોસને છોડ્યા પાછળ, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

Tags :
100 WICKETSALL ROUNDANIL KUMBLEBCCIcompletedEnglandHSITORYIND vs ENGIndia Vs EnglandR ASHWINSHANE WARNEtest cricket
Next Article