Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pushpa 2 :Allu Arjun ને મળવા આવેલા ચાહકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ,1 મહિલાનું મોત

Pushpa 2 Premiere: અલ્લુ અર્જુન(Allu Arjun)ની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2 Premiere)હજુ રિલીઝ પણ નથી થઈ અને ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના પ્રીમિયરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને 3 લોકો ઘાયલ થયા છે. ખરેખર, બુધવારે અલ્લુ...
pushpa 2  allu arjun ને મળવા આવેલા ચાહકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ 1 મહિલાનું મોત
Advertisement

Pushpa 2 Premiere: અલ્લુ અર્જુન(Allu Arjun)ની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2 Premiere)હજુ રિલીઝ પણ નથી થઈ અને ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના પ્રીમિયરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને 3 લોકો ઘાયલ થયા છે. ખરેખર, બુધવારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે ગયો હતો. આવી સ્થિતિમાં થિયેટરની બહાર એકઠા થયેલા લોકોમાં પુષ્પાને જોવા માટે એવી હંગામો મચી ગયો હતો. બધા તેને જોવા આગળ આવ્યા ત્યારે નાસભાગ મચી ગઈ. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો, જેમાં એક મહિલાના મોત અને ત્રણ લોકોના ઘાયલ થવાના સમાચાર આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

એક બાળક બેભાન થયો હતો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુષ્પા 2 ના પ્રીમિયરમાં આવેલ એક નાનકડું બાળક નાસભાગમાં બેહોશ થઈ ગયું. તેને ખોળામાં લઈ જઈ રહેલા તેના પરિવારના સભ્યો ખૂબ જ વ્યથિત દેખાય છે અને પોલીસ પણ તેમની મદદ કરતી જોવા મળે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બાળકના પરિવારના સભ્યો તેને CPR આપતા જોવા મળી રહ્યા છે.

Advertisement

Advertisement

સંધ્યા થિયેટરની બહાર નાસભાગ

સ્ક્રિનિંગ પહેલાં જંગી ભીડ જ્યારે થિયેટરના ગેટ તરફ આગળ વધી ત્યારે ત્યાં અરાજકતા ફેલાઈ ગઈ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે આતુર ચાહકો અભિનેતાના આવતાની સાથે જ પ્રવેશદ્વાર તરફ દોડી આવ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો.

આ પણ  વાંચો -ફેમસ રેપરે પોતાના Song માં માગી હતી માતાની મોતની દુઆ! થયું એવું કે..

પુષ્પા 2 પ્રીમિયર શોમાં અરાજકતામાં મહિલાનું મોત

દિલસુખનગરની રહેવાસી રેવતી તેના પતિ ભાસ્કર અને તેમના બે બાળકો શ્રી તેજ (9) અને સાન્વિકા (7) સાથે પુષ્પા 2નો પ્રીમિયર શો જોવા માટે આવી હતી. ટોળાએ ગેટ તોડી નાખ્યા પછી, હંગામા વચ્ચે રેવતી અને તેનો પુત્ર શ્રી તેજ બેહોશ થઈ ગયા. "39 વર્ષીય પીડિતા, સંધ્યા, થિયેટરમાં બેહોશ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી," પોલીસે જણાવ્યું હતું. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ  વાંચો -Pushpa 2 એ એડવાન્સ બુકિંગમાં કરી આટલા કરોડની કમાણી,જાણી ચોંકીજશો

બે ગંભીર રીતે ઘાયલ

ગંભીર રીતે ઘાયલ શ્રી તેજને વધુ સારી સારવાર માટે બેગમપેટની KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક બાળક સહિત અન્ય ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું અને તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રેવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાંથી ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

પુષ્પા' 2021ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી

2021માં રિલીઝ થયેલી 'પુષ્પાઃ ધ રાઇઝ' એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ વર્ઝન સહિત, આ ફિલ્મે ભારતમાં 313 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

લદ્દાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
ધર્મ ભક્તિ

Rashifal : શુક્રવારે મા લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા મળશે

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

featured-img
ગાંધીનગર

Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

×

Live Tv

Trending News

.

×