Pushpa 2એ રિલીઝ પહેલા તોડ્યા 3 મોટા રેકોર્ડ, Allu Arjunની આંખો છલકાઇ
- Pushpa 2એ રિલીઝ પહેલા તોડ્યા 3 મોટા રેકોર્ડ
- અલ્લુ પોતાની આંખોના આંસુ આંખો છલકાઇ
- ફિલ્મ પહેલા દિવસે 50 કરોડની કમાણી કરશે
Pushpa 2 Advance Ticket Booking:સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન( Allu Arjun)ની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ પહેલા જ ઘણા રેકોર્ડ બનાવી ચુકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ (Pushpa 2 Advance Ticket Booking)પૂરજોશમાં થઈ રહ્યું છે અને હવે ફિલ્મની લગભગ 10 લાખ ટિકિટ વેચાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આંકડા પર નજર કરીએ તો ફિલ્મ તેના પહેલા દિવસે લગભગ 50 કરોડ રૂપિયાની કમાણી કરશે. જોકે, આ દરમિયાન અલ્લુ અર્જુન રડી પડ્યો હતો. એવુ તો શું થયું કે અલ્લુ પોતાની આંખોના આંસુ પર કાબૂ ન રાખી શક્યો, ચાલો તમને જણાવીએ. આ સિવાય ફિલ્મે રિલીઝ પહેલા જ 5 મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.
ફિલ્મ પહેલા દિવસે 50 કરોડની કમાણી કરશે!
5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મે એડવાન્સ ટિકિટ બુકિંગના મામલે 10 લાખનો આંકડો પાર કરી લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જો આપણે સમગ્ર ભારત અને બહારની વાત કરીએ તો ફિલ્મની ટિકિટના આંકડા પરથી એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ તેના પહેલા જ દિવસે 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે. આ સાથે આ ફિલ્મ આવું કરનારી પ્રથમ તેલુગુ ફિલ્મ બની ગઈ છે.
આ પણ વાંચો -Entertainment: અભિનેત્રીને દરિયા કિનારે બેસવું ભારે પડ્યું, થઈ મોટી દુર્ધટના
કલ્કીએ બાહુબલી 2ને પાછળ છોડી દીધી છે
અલ્લુ અર્જનની ફિલ્મે ટિકિટના વેચાણના મામલામાં બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે 'કલ્કી 2898AD', 'બાહુબલી 2'ના રેકોર્ડ તોડી નાખ્યા છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મને અમેરિકામાં દર્શકોનો શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. આ મામલે પણ આ ફિલ્મે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે.
સૌથી મોટી હિન્દી ફિલ્મનો રેકોર્ડ
આ ફિલ્મ લગભગ 11,500 સ્ક્રીન્સ પર રિલીઝ થશે, જે પછી આ ફિલ્મને પહેલાથી જ સૌથી મોટી હિન્દી ફિલ્મ કહેવામાં આવી રહી છે. આ ફિલ્મની રિલીઝ સાથે જ મોટા રેકોર્ડ્સ તૂટવાના છે.
આ પણ વાંચો -Bigg Boss 18 : એડિન, અદિતિ, યામિની બાદ હવે કોણ? વધુ એક વાઈલ્ડ કાર્ડ માટે રહો તૈયાર!
અલ્લુ અર્જુનના આંસુ વહી ગયા
સાઉથનો સ્ટાઈલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ત્યારે ભાવુક થઈ ગયો જ્યારે ફિલ્મ 'પુષ્પા 2'ના નિર્દેશક સુકુમારે હૈદરાબાદમાં પ્રી-રીલીઝ ઈવેન્ટમાં તેની પ્રશંસા કરી. સોમવારે, અલ્લુ અર્જુન અને સુકુમારે મોટી સંખ્યામાં ચાહકોની હાજરીમાં પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ અવસર પર બંનેએ ફિલ્મ 'પુષ્પા 2' વિશે વાત કરી અને એકબીજા પ્રત્યે પોતાના વિચારો શેર કર્યા. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.