Punjab Sangrur District Jail: જેલમાં કેદીઓ વચ્ચે તિક્ષ્ણ હથિયાર વડે મારામારી! 2 ના મોત, બે ગંભીર રીતે ઘાયલ
Punjab Sangrur District Jail: પંજાબના સંગરૂર જિલ્લામાં એક હેરાન કરતી ઘટનાના સમાચાર સામે આાવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે સંગરૂર જિલ્લાની જેમાં શુક્રવારે મોડી સાંજે કેદીઓ વચ્ચે મોટો અને ભયંકર ઝઘડો થયો હતો. નોંધનીય છે કે, આ ઝઘડો હત્યામાં ફરેવાઈ ગયો હતો. કેદીઓએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ચાર કેદીઓને સંગરુર (Sangrur) હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 2 કેદીઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
સારવાર દરમિયાન બે કેદીઓના થયા મોત
નોંધનીય છે કે, સંગરૂર (Sangrur) જેલમાં બંધ કેદીઓ વચ્ચે ઝઘડો થયાના સમાચાર મળતાની સાથે પોલીસ પ્રશાસન અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હુમલા દરમિયાન ચારેય કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચારેય કેદીઓને તાત્કાલિક સરકારી દવાખાને પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બેના મોત થયા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ચારેય કેદીઓ એક જ બેરેકમાં હતા.
ચારેય કેદીઓને માથામાં ઈજા થઈ
મળતી વિગતો પ્રમાણે ચારેય કેદીઓને માથામાં ઈજા થઈ છે. કાલીયાણ ગામના રહેવાસી મોહમ્મદ હરીશ હર્ષ, મોહમ્મદ શાહબાઝ, ધર્મિંદર સિંહ અને ગગનદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે મોહમ્મદ હરીશ હર્ષ અનેધર્મિંદર સિંહને મૃત જાહેર કર્યા હતા. શાહબાઝ અને ગગનદીપને ગંભીર હાલતમાં પટિયાલા રિફર કરવામાં આવ્યા હતા.
પોલીસે મારામારી પાછળનું કારણ જાહેર નથી કર્યું
ઉલ્લેખનીય છે કે, અત્યારે સારવાર હેઠળ રહેલા બે કેદીઓને પહેલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે મારામારી પાછળનું કારણ જાહેર કર્યું નથી. પોલીસે જણાવ્યું કે દરેક વ્યક્તિના શરીર પર તીક્ષ્ણ અને તીક્ષ્ણ ચીજવસ્તુઓ વડે માર મારવાના ઘણા નિશાન હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, આ મામલે પોલીસે કોઈ ચોક્કસ વિગતો આપી નથી.