Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Punjab : મુસાફરોથી ભરેલી બસની બ્રેક ફેઈલ, અકસ્માતમાં અનેક લોકોના મોત...

ગુરદાસપુરના બટાલાથી કડિયા રોડ પર બસનો અકસ્માત મુસાફરોથી ભરેલી બસ બેકાબુ બની પોલ સાથે અથડાઈ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 થી 10 લોકોના મોત! Punjab : ગુરદાસપુરના બટાલાથી કડિયા રોડ પર બસનો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબુ...
punjab   મુસાફરોથી ભરેલી બસની બ્રેક ફેઈલ  અકસ્માતમાં અનેક લોકોના મોત
  1. ગુરદાસપુરના બટાલાથી કડિયા રોડ પર બસનો અકસ્માત
  2. મુસાફરોથી ભરેલી બસ બેકાબુ બની પોલ સાથે અથડાઈ
  3. ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 થી 10 લોકોના મોત!

Punjab : ગુરદાસપુરના બટાલાથી કડિયા રોડ પર બસનો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબુ બનીને રોડ પરના બસ સ્ટોપ સાથે અથડાઈ હતી. બસ સ્ટોપની અંદર એક પોલ સાથે એટલી જોરથી ટકરાઈ કે આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 થી 10 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ વહીવટીતંત્ર દ્વારા 3 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એસએસપી બટાલા, એસએમઓ બટાલા સ્થળ પર હાજર છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

Advertisement

મૃતકો અને ઘાયલોની યાદી જુઓ

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુરદાસપુરના શાહબાદ ગામ પાસે થયો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો નજીકના ગામોના રહેવાસી છે. બસમાં 40 થી વધુ લોકો સવાર હતા. બસ બટાલાથી મોહાલી તરફ જઈ રહી હતી ત્યારે શાહબાદ ગામના બસ સ્ટોપેજ પાસે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી જેના કારણે બસ સ્ટોપેજમાં ગઈ હતી. જેના કારણે બસ સ્ટોપેજની લાઈનો બસ પર પડી હતી. રોડ પર જઈ રહેલી એક બાઇક અને સ્કૂટર પણ બસની નીચે ફસાઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો : સમયસર ફી જમા ન કરાવી શક્યો યુવક, ગુમાવી IIT સીટ, હવે સુપ્રીમ કોર્ટે આપી છે મોટી રાહત...

Advertisement

Punjab ના CM એ દુઃખ વ્યક્ત કર્યું...

ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા બટાલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને બટાલાના શબઘરમાં રાખવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. મૃત્યુ પામેલાઓમાં બસ ડ્રાઈવર પણ સામેલ છે. ગુરદાસપુર પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. પંજાબ (Punjab)ના CM ભગવંત માને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો : Karnataka : બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી, 20 ઘાયલ

Tags :
Advertisement

.