Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pune Road Accident : આરોપીને બચાવવા ડોક્ટરે Blood Sample ની કરી હેરાફેરી

Pune Road Accident : મહારાષ્ટ્રના પુણેમાં થયેલા ભયાનક અકસ્માત (Horrific Accident) ની ઘટના બાદ એક પછી એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ મામલે હવે જે જાણકારી સામે આવી રહી છે તેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. મળી રહેલી માહિતી...
pune road accident   આરોપીને બચાવવા ડોક્ટરે blood sample ની કરી હેરાફેરી

Pune Road Accident : મહારાષ્ટ્રના પુણેમાં થયેલા ભયાનક અકસ્માત (Horrific Accident) ની ઘટના બાદ એક પછી એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ મામલે હવે જે જાણકારી સામે આવી રહી છે તેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ કેસમાં બ્લડ સેમ્પલ (Blood Sample) ની હેરાફેરીનું પાસું સામે આવ્યું છે. સોમવારે પુણે પોલીસે જણાવ્યું હતું કે, સગીર આરોપીનું બ્લડ સેમ્પલ લઇને તેને કચરામાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ફોરેન્સક વિભાગના HOD સહિત 2 ડોક્ટરોની ધરપકડ કરી છે.

Advertisement

નકલી બ્લડ સેમ્પલનું રહસ્ય કેવી રીતે બહાર આવ્યું?

પુણે પોર્શ કાર અકસ્માતના સગીર આરોપીને 19 મેના રોજ બનેલી ઘટના બાદ મેડિકલ ટેસ્ટ માટે સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યા પ્રાથમિક લોહીના નમૂનામાં સગીરના લોહીમાં આલ્કોહોલ મળ્યો ન હતો (pune porsche car crash accused blood sample), જેના કારણે શંકા વધી હતી. હવે પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે દાવો કર્યો છે કે સસૂન જનરલ હોસ્પિટલના ડોકટરોએ આરોપીના લોહીને અન્ય વ્યક્તિના લોહીથી બદલ્યું હતું જેણે દારૂ પીધો ન હતો. આટલું જ નહીં, તેનો દાવો છે કે ડોક્ટરોએ આરોપીના સેમ્પલ ડસ્ટબિનમાં ફેંકી દીધા હતા. સોમવારે જ પોલીસે ફોરેન્સિક વિભાગના વડા અને એક ડોક્ટરની ધરપકડ કરી હતી. તેમની ઓળખ ડૉ. અજય તાવરે અને શ્રીહરિ હરનોર તરીકે થઈ છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે.

નમૂના બદલવા માટે ડોક્ટરને મળ્યા રૂ.3 લાખ 

ખાસ વાત એ છે કે પ્રારંભિક ટેસ્ટમાં લોહીમાં આલ્કોહોલ જોવા મળ્યું ન હતું, પરંતુ જ્યારે બીજી હોસ્પિટલમાં બીજો ટેસ્ટ કરવામાં આવ્યો અને DNA પણ ટેસ્ટ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે બંને સેમ્પલ અલગ-અલગ વ્યક્તિઓના છે. જોકે, આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરતા પુણે પોલીસે કમિશનરે જણાવ્યું કે, આરોપીના બ્લડ઼ સેમ્પલ લેનારા ડો.હેલનોર સાથે પૂછપરછ દરમિયાન આ જાણવા મળ્યું હતું કે, તેણે ફોરેન્સિક વિભાગના વડા ડો. અજય તાવરેની સૂચનાથી લોહીના નમૂના બદલ્યા હતા. ડો.હેલનોરને લોહીના નમૂના બદલવા માટે રૂ. 3 લાખ મળ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, સસૂન હોસ્પિટલના CCTV DVR એકત્રિત કરવામાં આવ્યા છે. આ કેસમાં ગુનાહિત ષડયંત્ર, બનાવટી અને પુરાવાનો નાશ કરવાની કલમો ઉમેરવામાં આવી છે. જણાવી દઇએ કે, અકસ્માત બાદ અત્યાર સુધીમાં 3 પાસાઓ સામે આવ્યા છે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનની આ ઘટના 19મી મેના રોજ બની હતી. પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં, રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના 17 વર્ષના પુત્રએ તેની સ્પોર્ટ્સ કાર પોર્શ વડે બાઇક સવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા હતા, જેમાં બંનેના મોત થયા હતા. આ ઘટનાના 14 કલાક પછી, આરોપી સગીરને કેટલીક શરતો સાથે કોર્ટમાંથી જામીન મળ્યા હતા. કોર્ટે તેને 15 દિવસ માટે ટ્રાફિક પોલીસ સાથે કામ કરવાનો અને માર્ગ અકસ્માતની અસરો અને ઉકેલો પર 300 શબ્દોનો નિબંધ લખવાનો આદેશ આપ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દારૂના નશામાં હતો અને ખૂબ જ ઝડપે કાર ચલાવતો હતો. સગીર હાલમાં સુધાર ગૃહમાં છે.

આ પણ વાંચો - Pune Porsche Car Case : સગીર આરોપીના દાદાની ધરપકડ

Advertisement

આ પણ વાંચો - પુણે રોડ અકસ્માતમાં ટ્વીસ્ટ, આરોપીનો દાવો – ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો પોર્શ કાર

Tags :
Advertisement

.