Pune Car Accident Case : સગીર આરોપીના પરિવારનો 'અંડરવર્લ્ડ કનેક્શન', છોટા રાજનને આપી હતી...
પુણે પોર્શની ઘટના (Pune Car Accident Case)ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)નું સમગ્ર રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે. પોર્શ ઘટના હવે મહારાષ્ટ્ર (Maharashtra)નો સૌથી મોટો મુદ્દો બની ગયો છે. વિરોધીઓ પોલીસ પર દબાણની આત કરી રહ્યા છે. તાજેતરમાં મળતી અપડેટ અનુસાર, પુણે કેસ (Pune Car Accident Case)માં પોલીસે સગીર આરોપીઓ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. હવે માત્ર સગીર આરોપી જ નહીં પરંતુ તેના પિતા વિશાલ અગ્રવાલ પણ પોલીસના રડારમાં છે. તે જ સમયે, અગ્રવાલ પરિવારને લગતા ઈનપુટ પણ મળી રહ્યા છે કે વિશાલ અગ્રવાલના પિતા સુરેન્દ્ર કુમાર અગ્રવાલના પણ અંડરવર્લ્ડ don છોટા રાજન સાથે સંબધો હતા. પ્રોપર્ટીના વિવાદને ઉકેલવા માટે આરોપીના દાદાએ અંડરવર્લ્ડ ડોનની મદદ લીધી હતી. વિશાલ અગ્રવાલના પિતા પણ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ તે સમયે પણ સુરેન્દ્ર અગ્રવાલણી ચાર્જશીટ દાખલ થાય તે પહેલા ધરપકડ કરવામાં આવી નહતી. આ કેસમાં પણ પોલીસ પર બેદરકારીનો આરોપ લાગ્યો હતો.
આ સંબંધ પર ફડણવીસે શું કહ્યું?
આરોપીના પરિવાર અને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન વચ્ચેના સંબંધો હોવાનો દાવો કરતા મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા, મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ CM દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, આ મામલે "સંપૂર્ણ તપાસ" કરવામાં આવશે અને દરેક બાબત પર કાર્યવાહી કરવામાં આવશે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કેસમાં આરોપી સગીર છોકરાના દાદાએ પારિવારિક સંપત્તિના વિવાદમાં છોટા રાજન પાસે મદદ માંગી હતી. રિપોર્ટ અનુસાર આરોપીના દાદા સુરેન્દ્ર કુમાર અગ્રવાલે તત્કાલિન કાઉન્સિલર અજય ભોસલેને મારવાની ઓફર કરી હતી.
અમે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના નિર્ણયથી આશ્ચર્યચકિત છીએ - ફડણવીસ
"CBI દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુરેન્દ્ર કુમાર અગ્રવાલે ડોન છોટા રાજનને તત્કાલીન કાઉન્સિલર અજય ભોસલેની હત્યાની ઓફર કરી હતી." પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું, "જે પણ કનેક્શન હશે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. દરેક બાબત પર કાર્યવાહી કરવામાં આવશે." તેમણે કહ્યું કે, પુણેની ઘટના (Pune Car Accident Case) અંગે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નિર્ણયથી તેઓ આશ્ચર્યચકિત થયા છે, પરંતુ પોલીસે આ નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરી છે. ફડણવીસે કહ્યું, "પુણેની ઘટના (Pune Car Accident Case) પર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના નિર્ણયથી અમે આશ્ચર્યચકિત છીએ. પરંતુ પોલીસ અહીં અટકી નહીં. પોલીસે આ નિર્ણય સામે અપીલ કરી છે અને સંજ્ઞામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ કેસમાં ધરપકડ વિશે બોલતા ફડણવીસે કહ્યું હતું કે, "સગીરને દારૂ પીરસનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેને કાર આપનાર પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જે જરૂરી હતું તે કર્યું છે."
પુણે પોર્શની ઘટના (Pune Car Accident Case)... પુત્ર છૂટ્યો, પિતાની ધરપકડ!
તમને જણાવી દઈએ કે, પૂણેમાં 18 અને 19 મેની મધ્યરાત્રિએ એક સગીરે તેની ઝડપે આવતી પોર્શ કાર સાથે બે બાઇક સવારોને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર બંને આઇટી એન્જિનિયરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સમયે આરોપી નશામાં હતો. કારની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ સિસ્ટમ એવી રીતે ગોઠવી દીધી કે પુત્રને 15 કલાકમાં જ જામીન મળી ગયા.
જ્યારે આ અકસ્માત થયો-
- આરોપી સગીર હતો અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું.
- જે કારમાં અકસ્માત થયો તેમાં નંબર પ્લેટ પણ ન હતી.
- શ્રીમંત પિતાએ કારની નોંધણી પણ કરાવી ન હતી.
- કારના રજિસ્ટ્રેશનનો મામલો માર્ચ મહિનાથી પેન્ડિંગ છે.
- મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે 1,758 રૂપિયાની ફી ચૂકવવામાં આવી નથી.
- જેના કારણે 2 કરોડની કિંમતની લક્ઝરી કારનું રજીસ્ટ્રેશન થયું ન હતું.
પિતાને પુત્રના સમાચાર મળતા જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ધનિક બિલ્ડરની અસલી રમત શરૂ થઈ. વિપક્ષી દળોનો આરોપ છે કે આરોપીના પિતા વિશાલ અગ્રવાલે તેમની ઈચ્છા મુજબ સિસ્ટમ તોડી હતી. સંપત્તિ અને પ્રભાવના આધારે આરોપીને પોલીસ સ્ટેશનમાં VVIP ટ્રીટમેન્ટ મળી હતી.
આ પણ વાંચો : જો INDI ગઠબંધન જીતશે તો PM કોણ બનશે? Jairam Ramesh એ તોડ્યું મૌન…
આ પણ વાંચો : Pune car accident case માં આરોપીના પિતા પર કોર્ટનો મોટો નિર્ણય, 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો
આ પણ વાંચો : Delhi : ગૃહ મંત્રાલયને નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકીનો મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર…