Pune Airport : એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ પહેલા ટગ ટ્રક સાથે અથડાયું
Pune Airport : પુણે એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન (Air India plane) ટગ ટ્રક સાથે અથડાયું હતું. જ્યારે આ અકસ્માત (Accident) થયો ત્યારે વિમાન (Plane) માં 180 મુસાફરો સવાર હતા. સારી વાત એ છે કે કોઈ મોટી દુર્ઘટના (Major Mishap) થઈ ન હતી અને તમામ મુસાફરો (Passengers) નો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે (16 મે) એ સમયે બની જ્યારે પ્લેન પૂણેથી દિલ્હી માટે ટેકઓફ થવાનું હતું. ત્યારબાદ પ્લેન રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયું હતું.
એર ઈન્ડિયાના વિમાનને અકસ્માત નડ્યો
મહારાષ્ટ્રના પુણે એરપોર્ટ પર ગુરુવારે એર ઈન્ડિયાના વિમાનને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. 16 મેના રોજ સાંજે 4:00 કલાકે એર ઈન્ડિયા AI-858 પુણેથી દિલ્હી જઈ રહ્યું હતું. ત્યારબાદ, એરસ્ટ્રીપ પર આગળ વધતી વખતે, તે ટગ ટ્રેક્ટર સાથે અથડાયું હતું. અકસ્માત બાદ વિમાનમાં બેઠેલા 180 મુસાફરો ડરી ગયા હતા. વિમાનમાંથી મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, ટ્રેક્ટર સાથે અથડાયા બાદ પ્લેનનો આગળનો ભાગ, એક પાંખ અને લેન્ડિંગ ગિયર પાસેનું ટાયર ક્ષતિગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે.
ક્યારે બની આ દુર્ઘટના?
મળતી માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે એર ઈન્ડિયાની AI-858 ફ્લાઈટ ગુરુવારે સાંજે 4 વાગે પુણેથી ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. વિમાનને નુકસાન થવાને કારણે ફ્લાઇટ મોડી પડી હતી અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે આ ઘટના ગયા શુક્રવારે આવી જ એક ઘટના બાદ બની હતી, જ્યારે પુણેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માને લઈ જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેન સાથે ઈન્ડિગોની સીડી અથડાઈ હતી.
DGCAએ અકસ્માતની તપાસ શરૂ કરી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. તેમણે સંબંધિત લોકો પાસેથી જવાબ માંગ્યો છે. ફ્લાઇટ દરમિયાન ટગ ટ્રેક્ટર એરસ્ટ્રીપની નજીક કેવી રીતે આવ્યું અને તે એરક્રાફ્ટ સાથે કેવી રીતે અથડાયું તે અંગે હજુ સુધી કોઈ પ્રાથમિક માહિતી સામે આવી નથી. જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના તમામ ક્રૂ મેમ્બર બીમાર પડ્યા હતા, જેના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - AIR INDIA ની ફ્લાઇટમાં બોમ્બની અફવા, સિક્યોરીટી જવાનો ખુણે-ખુણા ફેંદી વળ્યા
આ પણ વાંચો - Air India Express ની હડતાલ થઈ પૂરી, ટર્મિનેટ થયેલા કર્મચારીઓ અંગે લેવાયો મહત્વનો નિર્ણય