ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pune Accident : પુણેમાં મર્સિડીઝ કારે બાઇક સવારને કચડી નાખ્યો, થયું મોત, Video Viral

મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણેમાં ફરી એકવાર લક્ઝરી કાર દ્વારા કચડાઈને એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાએ લોકોના મનમાં પોર્શ રોડ અકસ્માત (Accident)ની યાદો ફરી એકવાર તાજી કરી છે. શું છે સમગ્ર મામલો? આ મામલો પુણેના ગોલ્ફ કોર્સ વિસ્તારનો છે, જ્યાં...
10:33 PM Jun 18, 2024 IST | Dhruv Parmar

મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણેમાં ફરી એકવાર લક્ઝરી કાર દ્વારા કચડાઈને એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાએ લોકોના મનમાં પોર્શ રોડ અકસ્માત (Accident)ની યાદો ફરી એકવાર તાજી કરી છે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો પુણેના ગોલ્ફ કોર્સ વિસ્તારનો છે, જ્યાં એક મર્સિડીઝ કાર બાઈક સવારને કચડી નાખ્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતકની ઓળખ 41 વર્ષીય કેદાર મોહન ચવ્હાણ તરીકે થઇ છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. પોલીસે મર્સિડીઝ ચાલકની અટકાયત કરી છે. આ ઘટના આજે બપોરે 1 વાગ્યે બની હતી. યરવડા પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. યરવડા પોલીસ પોર્શ કાર અકસ્માત (Accident) કેસની પણ તપાસ કરી રહી છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/06/Mumbai_Accident_Gujarat_First.mp4

પોર્શે પુણે કેસમાં શું છે અપડેટ...

પુણે ક્રાઈમ બ્રાન્ચે તેનો તપાસ રિપોર્ટ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને સોંપ્યો છે. આ રિપોર્ટના આધારે JJB હવે નક્કી કરશે કે HIT કેસમાં સગીર આરોપીને પુખ્ત તરીકે ગણવામાં આવે કે સગીર. ક્રાઈમ બ્રાન્ચે લગભગ એક મહિનાનો તપાસ રિપોર્ટ JJB ને સોંપ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે તેના રિપોર્ટમાં ઘટના સ્થળ અને પબના CCTV, ડ્રાઈવર અને સગીર આરોપીના બંને મિત્રો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી સામેલ કરી છે. આસીવાય સસૂન હોસ્પિટલમાં સગીર આરોપીના લોહીના તેની માતા શિવાની અગ્રવાલના લોહી સાથે અદલાબદલીના પુરાવા પણ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Railway Accident : કોની સરકારમાં કેટલા ટ્રેન અકસ્માતો થયા? જુઓ 2001 થી લઈને 2024 સુધીનો ડેટા…

આ પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકર પાસેથી પગ ધોવડાવ્યા, BJP એ કર્યા પ્રહાર, Video Viral

આ પણ વાંચો : Patna Airport ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષામાં વધારો કરાયો…

Tags :
Gujarati NewsIndiaMaharashtraMercedes car accidentNationalPuneVIDEO of death
Next Article