Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીનગર ઉભરાયું આંદોલનકારીઓથી..!

ગાંધીનગર આજે આંદોલનકારીઓથી ઊભરાયું હતું. આજે ગાંધીનગરમાં શિક્ષકો, ટેટ પાસ ઉમેદવાર અને આરોગ્ય કર્મીઓએ વિરોધ કર્યો હતો. પ્રાથમિક શિક્ષકો લડાયક મૂડમાં ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકો લડાયક મૂડમાં જોવા મળ્યા હતા. એપ્રિલ 2005 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોએ વિરોધ કર્યો હતો અને 2...
05:08 PM Nov 21, 2023 IST | Vipul Pandya

ગાંધીનગર આજે આંદોલનકારીઓથી ઊભરાયું હતું. આજે ગાંધીનગરમાં શિક્ષકો, ટેટ પાસ ઉમેદવાર અને આરોગ્ય કર્મીઓએ વિરોધ કર્યો હતો.

પ્રાથમિક શિક્ષકો લડાયક મૂડમાં

ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકો લડાયક મૂડમાં જોવા મળ્યા હતા. એપ્રિલ 2005 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોએ વિરોધ કર્યો હતો અને 2 વર્ષથી ઠરાવ ન થતાં પ્રાથમિક શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી.

જ્ઞાન સહાયક ભરતી મુદ્દે પણ વિરોધ

આ સાથે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતી મુદ્દે પણ વિરોધ જોવા મળ્યો હતો જેમાં ટેટ પાસ ઉમેદવારોના વિરોધ બાદ તેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ટેટ પાસ ઉમેદવારોએ જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી ભરતીની માગ કરી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડ કચેરી પાસે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની કરી માગણી કરી હતી.

આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગરમાં ઉમટ્યા

બીજી તરફ આજે આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગરમાં ઉમટ્યા હતા અને સરકાર સામે ફરી બાંયો ચઢાવી હતી.
લોકસભા ચૂંટણી પહેલા સમાધાન સંદર્ભે કર્મીઓ આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. કર્મચારીઓએ MPHW અને FHW સહિત કેડરને ટેક્નિકલ ગણવા માગ કરી હતી તથા MPHW અને FHW સહિત ચાર કેડરને ગ્રેડ પે સુધારવા પણ માગ કરી હતી. પંચાયત વિભાગના આરોગ્યના વર્ગ 3ના કર્મીઓએ રજૂઆત કરી હતી તો ફાર્માસિસ્ટના બાકી પગાર મુદ્દે પણ રજૂઆત કરાઇ હતી.

આ પણ વાંચો----તોડકાંડ: અમદાવાદ G ડિવિઝન ટ્રાફિક પોલીસે પરત આપ્યા રૂપિયા

Tags :
GandhinagarGnan Assistant CandidatesHealth workersPrimary Teachersprotests
Next Article