Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: ‘...પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

Gandhinagar: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ભરતી માટે ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. જો કે, તે લોકોની રજૂઆતોને પ્રશાસન દ્વારા કાને લેવામાં આવતી નથી. ઉમેદવારો રજૂઆત કરવા માટે આવે તો તેમના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યારે ફરી...
gandhinagar  ‘   પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો ’ tet tat પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

Gandhinagar: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ભરતી માટે ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. જો કે, તે લોકોની રજૂઆતોને પ્રશાસન દ્વારા કાને લેવામાં આવતી નથી. ઉમેદવારો રજૂઆત કરવા માટે આવે તો તેમના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યારે ફરી એકવાર ગાંધીનગર (Gandhinagar) સચિવાલય સામે કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતીમાં સમાવેશ કરવાની માંગની રજૂઆત કરવામાં આવી છે.  નોંધનીય છે કે, આ શિક્ષકોની ભરતીમાં સમાવેશની માગ સાથે દેખાવો કરવામાં આવ્યો છે.

Advertisement

શું હવે રાજ્યમાં રજૂઆત કરવોનો પણ અધિકાર નથી?

ચોંકાવનારી વાત તો એ છે કે, દેખાવ કરી રહેલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે, શું હવે રાજ્યમાં કોઈને રજૂઆત કરવોનો પણ અધિકાર નથી? નોંધનીય છે કે, અન્ય સવર્ગની સાથે અન્ય વિષયોના શિક્ષકની ભરતી કરવા માંગણી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જુના સચિવાલયના મુખ્ય દરવાજા પાસે કરાયા શિક્ષકો દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે. જો કે, પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરી દેવામાં આવી હતી.

શું આ ઉમેદવારો કોઈ આતંકવાદીઓ છે?

ઉલ્લેખનીય છે કે, રસ્તા રોકવાનો કાર્યક્રમ ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓ દ્વારા અપાયો છે. અહીં પોતાની માગણીઓને લઈને સરકાર જાહેરાત કરે તે માગણી સાથે દેખાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની (Gandhinagar) સચિવાલયના ગેટની બહારથી જ અટકાયત કરી લેવામાં આવી છે. શિક્ષકો પ્રશ્ન કરી રહ્યા છે કે, ‘શું હવે અમને રજૂઆત કરવાનો પણ અધિકાર નથી? કેમ અમારી વાતને ધ્યાને લેવામાં નથી આવતી? શું આ ઉમેદવારો કોઈ આતંકવાદીઓ છે?

Advertisement

1000 શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની માંગણી

શિક્ષકોએ જણાવ્યું કે, ‘ષિકેશ પટેલે એવુ કહ્યું હતું કે જે પાઠ્યપુસ્તક હશે તેની જ અમે ભરતી કરશું, તો અમે આજે 9 થી 12 ના તેમના છાપેલા, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળીએ છાપેલા પુસ્તકો લઈને આવ્યા છીએ.’ આ શિક્ષકોની માંગણી છે કે, 1000 શિક્ષકોની ભરતી કરવા આવે અને એ પણ કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે. વધુમાં એક શિક્ષકે જણાવ્યું કે, ‘ અહીં આવીએ તો જવા નથી દેતા અંદર આઈબી અમારી સાથે એકદર રૂડલી વાત કરે છે. જાણે અમે કંઈ તોપ-ગોલો લઈને આવ્યા હોઈએ અને એમને મારી નાખવાના હોઈએ તેવી રીતે વાત કરે છે.’

Advertisement

આ પણ વાંચો: શાબાશ! Gaikwad Haveli Police Station, રથયાત્રાનો સંપૂર્ણ બંદોબસ્ત બનાવ્યો પેપર લેસ

આ પણ વાંચો: Gujarat Politics : CM બનાવવાની માગ મુદ્દે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા, શક્તિસિંહ ગોહિલે પણ કહી આ વાત

આ પણ વાંચો: Rajkot GamZone Fire : આરોપી સાગઠિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ, એજન્સીઓનાં રિપોર્ટને લઈ ચર્ચા!

Tags :
Advertisement

.