Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેદારનાથ મંદિરમાં ફોટો કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ 

પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિર ( Kedarnath temple)માં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં ફોટા અને રીલ્સ ( reels) તથા વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. #BreakingNews | કેદારનાથ...
કેદારનાથ મંદિરમાં ફોટો કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ 
પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિર ( Kedarnath temple)માં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં ફોટા અને રીલ્સ ( reels) તથા વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક રીલ્સ વાયરલ થઇ હતી
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક રીલ્સ વાયરલ થઇ હતી જેમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને કેદારનાથ મંદિરની સામે જ પ્રપોઝ કરી રહી છે. આ વીડિયો વાયરલ થતાં વિરોધના સૂર ઉઠ્યા હતા. કેદારનાથ મંદિર સમિતિએ પોલીસને આ રીલ અને વીડિયો બનાવનારા સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

રિલ્સ અને વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ
હવે મંદિર સમિતિ હરકતમાં આવી છે અને કેદારનાથ મંદિર પરિસરમાંથી મંદિરનો ફોટો લેવા પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે મંદિર કેમ્પસમાં રિલ્સ અને વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. જો કોઇ વ્યક્તિ ફોટો કે રીલ્સ અને વીડિયો બનાવશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.

Advertisement

પ્રતિબંધને લગતા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા
મંદિર પરિસરમાં પ્રતિબંધને લગતા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત તમે સીસી ટીવીની નજરમાં છો તેમ પણ જણાવામાં આવ્યું છે. યુવતીના વિવાદાસ્પદ વીડિયો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Tags :
Advertisement

.