Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રૂપિયા 2 હજારની નોટ થઈ બંધ, જો તમારી પાસે પડી હોય તો કરો આટલું કામ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રૂ. 2 હજારની ચલણી નોટોને બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે પરંતુ જો તમારી પાસે 2 હજારની ચલણી નોટો પડી હોય તો પેનિક થવાની જરૂર નથી. તમે તેને સરળતાથી એક્સચેન્જ કરાવી શકો છો. બેંકમાં...
07:37 PM May 19, 2023 IST | Viral Joshi

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રૂ. 2 હજારની ચલણી નોટોને બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે પરંતુ જો તમારી પાસે 2 હજારની ચલણી નોટો પડી હોય તો પેનિક થવાની જરૂર નથી. તમે તેને સરળતાથી એક્સચેન્જ કરાવી શકો છો.

બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો
RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની બેંક નોટ (2,000 રૂપિયાની નોટ) છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય, તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવું પડશે. આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી.

2018-19 માં પ્રિન્ટિંગ થયું હતું બંધ
બે હજાર રૂપિયાની નોટ RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો રજૂ કરવામાં આવી હતી. બીજી નોટ બજારમાં પૂરતી માત્રામાં આવ્યા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ નિષ્ફળ ગયો હતો. આથી 2018-19માં રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : BIG BREAKING : મોદી સરકારનો મોટો નિર્ણય, 2000 ની નોટ પાછી ખેંચાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિ અમારી સાથે જોડાઓ.

Next Article