Israel Hamas War : પીએમ મોદીએ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિને શું કહ્યું ? વાંચો અહેવાલ
ઇઝરાયેલ (Israel ) અને હમાસ (Hamas) વચ્ચેના યુદ્ધ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરુવારે પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખીશું
પીએમ મોદીએ કહ્યું, પેલેસ્ટાઈન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી. આ દરમિયાન, મેં ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી. અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખીશું. અમે આતંકવાદ, હિંસા અને પ્રદેશમાં બગડતી સુરક્ષા સ્થિતિ પર અમારી ઊંડી ચિંતા શેર કરી છે. અમે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા સમયથી ચાલતી સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો.
ઈઝરાયેલે શું કહ્યું?
મંગળવારે (17 ઓક્ટોબર) ના રોજ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં 450 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. હમાસનો દાવો છે કે ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો. જ્યારે ઈઝરાયેલનું કહેવું છે કે તે જવાબદાર નથી. હમાસના રોકેટમાંથી વિસ્ફોટ થયા છે. તમને જણાવી દઈએ કે પેલેસ્ટાઈનમાં મહમૂદ અબ્બાસની સરકાર છે અને ગાઝામાં હમાસનું શાસન છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરના રોજ યુદ્ધ શરૂ થયું, જ્યારે હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને નાગરિકોને નિશાન બનાવ્યા. આ પછી ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા. આ યુદ્ધ સતત 13મા દિવસે ચાલુ છે.
આ પણ વાંચો---ઇઝરાયેલ પહોંચ્યા ઋષિ સુનક, કહ્યું, હું આતંકવાદ સામેની લડાઇમાં ઉભો છું