Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હું નાનપણથી ગરબા નથી રમ્યો : PM MODI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ડીપફેક એ સૌથી મોટો ખતરો છે જેનો ભારતીય સિસ્ટમ હાલમાં સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે આવા વીડિયો સમાજમાં અરાજકતા પેદા કરી શકે છે. વડા પ્રધાને મીડિયાને પણ આ વધતી સમસ્યા...
હું નાનપણથી ગરબા નથી રમ્યો   pm modi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ડીપફેક એ સૌથી મોટો ખતરો છે જેનો ભારતીય સિસ્ટમ હાલમાં સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે આવા વીડિયો સમાજમાં અરાજકતા પેદા કરી શકે છે. વડા પ્રધાને મીડિયાને પણ આ વધતી સમસ્યા વિશે લોકોને શિક્ષિત કરવા અને જાગૃત કરવા વિનંતી કરી. પીએમ મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધિત કરતા આ વાત કહી હતી.

Advertisement

નાનપણથી ગરબા નથી રમ્યો

વડાપ્રધાને કહ્યું કે ડીપફેક જેવા મામલામાં કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગની વાત આવે ત્યારે જનતા અને મીડિયા બંનેએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. ડીપફેક ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં લોકશાહીની અખંડિતતા માટે મોટા પડકારો ઉભા કરી રહી છે. આવા કિસ્સાઓમાં નકલી અને અસલી વિડિયો ક્લિપ્સ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની ગયું છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ગરબા વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો જેમાં પીએમ મોદીને મહિલાઓ વચ્ચે ગરબા ડાન્સ કરતા દેખાડવામાં આવ્યા છે. આ મોર્ફ્ડ ગરબાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ બાળપણથી ગરબા રમ્યા નથી.

Advertisement

ગરબામાં ડાન્સ કરનાર વ્યક્તિ પીએમ મોદી નહીં પરંતુ કોઈ અન્ય

Advertisement

જોકે, બાદમાં ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે ગરબામાં ડાન્સ કરનાર વ્યક્તિ પીએમ મોદી નહીં પરંતુ કોઈ અન્ય છે. આ વીડિયો વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પીએમ મોદીનો નવરાત્રિ દરમિયાન ગરબા રમતા વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરના સમયમાં ડીપ ફેક વીડિયોના કિસ્સા વધી ગયા છે

તાજેતરના સમયમાં ડીપ ફેક વીડિયોના કિસ્સા વધી ગયા છે. થોડા દિવસો પહેલા રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. તેવી જ રીતે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને શુભમન ગિલની તસવીર મોર્ફ કરીને વાયરલ કરવામાં આવી હતી. કાજોલ અને કેટરીના કૈફ પણ ડીપફેકનો શિકાર બની છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યા બાદ ડીપ ફેકના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.

AI ડીપફેકમાં ઘણી મદદ કરે છે

વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કોઈ પણ તસવીર, વીડિયો કે ઓડિયો સંપૂર્ણપણે અલગ બનાવી શકાય છે. આ ચિત્ર, વિડિયો કે ઓડિયો કોઈ પણ રીતે ઓરિજિનલ કરતાં ઓછું નથી લાગતું. આ જોયા અને સાંભળ્યા પછી લોકો તેને સાચી માને છે. એટલા માટે પીએમ મોદીએ કહ્યું કે આ સૌથી મોટો ખતરો છે.

આ પણ વાંચો---ELELCTION : તલવારબાજી, ગોળીબાર અને અથડામણ… મધ્યપ્રદેશ-છત્તીસગઢ ચૂંટણીમાં ક્યાં ક્યાં હિંસા થઈ

Tags :
Advertisement

.