Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા New York, ભારતીયો લગાવી રહ્યા છે મોદી મોદીના નારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે રાત્રે લગભગ 10 વાગે અમેરિકાના ન્યૂયોર્ક પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીનું ન્યૂયોર્ક આગમન પર યુએસ ડેલિગેટ્સ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વળી તેમના પહોંચતા અમેરિકામાં મોદી મોદીના નાાર લાગવા લાગ્યા હતા. જણાવી...
10:47 PM Jun 20, 2023 IST | Hardik Shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે રાત્રે લગભગ 10 વાગે અમેરિકાના ન્યૂયોર્ક પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીનું ન્યૂયોર્ક આગમન પર યુએસ ડેલિગેટ્સ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વળી તેમના પહોંચતા અમેરિકામાં મોદી મોદીના નાાર લાગવા લાગ્યા હતા. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત પ્રવાસીઓ ન્યૂયોર્કમાં તેમની હોટલની બહાર તેમની રાહ જોઈ રહ્યા છે.

અમેરિકામાં ભારતીયો લગાવી રહ્યા છે મોદી મોદીના નારા

તેઓ 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમમાં બુધવારે અહીં યુએન હેડક્વાર્ટર ખાતે એક અનોખા યોગ સત્રનું નેતૃત્વ કરશે, જેમાં યુએનના ટોચના અધિકારીઓ, રાજદૂતો અને વિશ્વભરની પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજરી આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના આમંત્રણ પર મોદી તેમની અમેરિકી મુલાકાતના પ્રથમ તબક્કામાં ન્યૂયોર્કમાં હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચતા પહેલા ભારતવંશી ન્યૂયોર્ક એરપોર્ટ પહોંચી ગયા હતા. PM મોદીનું પ્લેન લેન્ડ થતાં જ લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. વડાપ્રધાન મોદીની અમેરિકન મુલાકાત માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. PM મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત ભારતીયો, ન્યૂયોર્કમાં તેમની હોટલની બહાર રાહ જોતા અને મોદી મોદીના નારા લગાવી રહ્યા છે.

આ વર્ષનો યોગ મહોત્સવ ખૂબ જ "અનોખો પ્રસંગ" હશે : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વાર્ષિક કાર્યક્રમ તરીકે ચિહ્નિત કરવા માટે યુએન જનરલ એસેમ્બલીના મંચ પરથી પ્રથમ વખત વડાપ્રધાન મોદી દ્વારા પ્રસ્તાવ મૂક્યાના 9 વર્ષ પછી, ભારતીય નેતા પ્રથમ વખત યુએન હેડક્વાર્ટર ખાતે આ દિવસના ઐતિહાસિક આયોજનમાં યોગ સત્રનું નેતૃત્વ કરશે.  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે PTI ને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ વર્ષનો યોગ મહોત્સવ ખૂબ જ "અનોખો પ્રસંગ" હશે કારણ કે તે વડાપ્રધાન મોદીએ જ વિઝન આપ્યું હતું અને તેમના નેતૃત્વએ સુનિશ્ચિત કર્યું હતું કે દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવામાં આવે. કંબોજે કહ્યું, "તેથી લગભગ નવ વર્ષ પછી, અહીં તે વિઝન રજૂ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર આવે છે." તેમણે કહ્યું કે, યોગ દિવસ હવે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ખાસ પ્રસંગ છે. તેમણે કહ્યું, "તેથી સ્વપ્નદ્રષ્ટા નેતા અને સંયુક્ત રાષ્ટ્ર બંનેનું એકસાથે આવવું, મને લાગે છે કે તે પોતાનામાં ખૂબ જ અનોખું છે." તેમણે કહ્યું કે, યોગ કાર્યક્રમ ઘણી અપેક્ષા અને ઉત્સાહ પેદા કરી રહ્યો છે અને તેને મોટા પાયે અપનાવવામાં આવી રહ્યો છે.

આ દિગ્ગજો સાથે PM કરશે મુલાકાત

ન્યૂયોર્કની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી મોદી આજે સીઈઓ, નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને મળશે. પ્રધાનમંત્રી 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. PM મોદી 22 જૂનથી અમેરિકાના સ્ટેટ ગેસ્ટ બનશે. પીએમ મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે.

PM મોદીએ કર્યું ટ્વીટ

રાજ્યની મુલાકાતે જતા પહેલા વડાપ્રધાનશ્રીએ તેમના કાર્યક્રમ વિશે ટ્વીટ પણ કર્યું હતું. વડાપ્રધાનશ્રી મોદીએ ટ્વીટ કર્યું, 'USA માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન ડીસીમાં કાર્યક્રમોમાં ભાગ લઈશ. આ કાર્યક્રમોમાં યુએન હેડક્વાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી, જો બાઈડેન સાથેની વાતચીત અને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન અને ઘણું બધું સામેલ છે.

વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ

21 જૂન
વડાપ્રધાનશ્રી મોદીનો પ્રવાસ 21 જૂને સવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે શરૂ થશે. આ કાર્યક્રમ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિશ્વને ભારતીય પરંપરાઓ વિશે સંદેશ આપશે. તે જ દિવસે વડાપ્રધાન ન્યૂયોર્કમાં કેટલાક વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓને પણ મળશે. બાદમાં વોશિંગ્ટન માટે રવાના થશે. PM મોદી 21 જૂને જ વોશિંગ્ટનમાં ‘સ્કેલિંગ ફોર ફ્યુચર’ પર આધારિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. એટલું જ નહીં, 21મી જૂને જ અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે ખાનગી મુલાકાત થવાની સંભાવના છે.

22 જૂન
22 જૂને વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાનશ્રી મોદીનું સ્વાગત કરવામાં આવશે. આ પછી બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય બેઠક થશે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ અને ટેક્નોલોજી અને કેટલાક મુખ્ય કરારો પર ચર્ચા થવાની અપેક્ષા છે. તે જ દિવસે, પીએમ મોદી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થી અને સંસદના બહુમતી નેતા ચક શૂમર સહિત કોંગ્રેસના નેતાઓના આમંત્રણ પર યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. જો બિડેન અને ફર્સ્ટ લેડી તે સાંજે મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.

23 જૂન
વડાપ્રધાનશ્રી મોદી 23 જૂને કેટલીક કંપનીઓના સીઈઓને મળશે. આ પછી વડાપ્રધાનશ્રી મોદી કેનેડી સેન્ટર ખાતે એક કાર્યક્રમમાં અગ્રણી પ્રોફેશનલ લોકોને મળશે. કેનેડી સેન્ટર ખાતે કાર્યક્રમ બાદ વડાપ્રધાન સમુદાયના નેતાઓને મળશે.

જૂન 24-25
વડાપ્રધાનશ્રી મોદી 24-25 જૂને ઈજિપ્તની મુલાકાતે જશે. પીએમની આ પ્રથમ ઇજિપ્તની મુલાકાત હશે. 1997 પછી ભારતીય વડાપ્રધાનશ્રીની આ પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત હશે.

આ પણ વાંચો - ‘આઇ લાઇક નરેન્દ્ર મોદી’ PM MODIની ન્યૂયોર્ક મુલાકાતને લઇને મૂળ ખંભાતના વડાદરાના અને ન્યૂયોર્કમાં સિક્યુરીટી ગાર્ડ અરવિંદ પટેલનો ઉત્સાહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Modi Modi sloganspm modiPM Modi in New YorkPM Modi in USAPM Modi reached New York
Next Article