Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi meets 7 gamers: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ગેમર્સ સાથે કરી મુલાકાત, જાણો કોણ છે આ ગેમર્સ?

PM Modi meets 7 gamers: લોકસભાની ચૂંટણી હવે થોડા જ દિવસો બાદ યોજાવા જઈ રહીં છે. અત્યારે વડાપ્રધાન મોદીએ ભારતના કેટલાક ઓનલાઈન ગેમર્સની મુલાકાત લીધી છે. તમને જણાવી દઈએ કે, આ એ લોકો છે જેઓ ઈ-સ્પોર્ટ્સમાં ઘણા જ પ્રખ્યાત છે....
pm modi meets 7 gamers  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ગેમર્સ સાથે કરી મુલાકાત  જાણો કોણ છે આ ગેમર્સ

PM Modi meets 7 gamers: લોકસભાની ચૂંટણી હવે થોડા જ દિવસો બાદ યોજાવા જઈ રહીં છે. અત્યારે વડાપ્રધાન મોદીએ ભારતના કેટલાક ઓનલાઈન ગેમર્સની મુલાકાત લીધી છે. તમને જણાવી દઈએ કે, આ એ લોકો છે જેઓ ઈ-સ્પોર્ટ્સમાં ઘણા જ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ સારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમન માથુર, અનિમેષ અગ્રવાલ, મિથિલેશ પાટણકર, પાયલ ધરે, અંશુ બિષ્ટ, તીર્થ મહેતા અને ગણેશ ગંગાધર સાથે મુલાકાત કરી હતી.

Advertisement

નોંધનીય છે કે, આ લોકોને મળ્યા પછી નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં આવતાપડકારો, ગેમિંગ અને જુગાર વચ્ચેના તફાવતો અને અન્ય વિષયો પર ચર્ચા કરી અને વાત કરી હતીં. તમને જણાવી દઈએ કે,આ મુલાકાતનો એક વીડિયો પણ અત્યારે શેક કરવામાં આવ્યો છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો 13મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ ગેમર્સ વચ્ચે થયેલી ચર્ચાનો આખો વીડિયો શેર કરવામાં આવશે. તો ચાલે આ ગેમર્સ કોણ છે તેના વિશે માહિતી મેળવીએ...

Advertisement

અનિમેષ અગ્રવાલ

અનિમેષ અગ્રવાલે એક ઉદ્યોગસાહસિક, ભૂતપૂર્વ પ્રો ગેમર, મોન્સ્ટર એનર્જી ઈ-સ્પોર્ટ્સ એથ્લેટ, ગેમિંગ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ કન્ટેન્ટ સર્જક અને ભારતીય ગેમિંગ ઉદ્યોગમાં અગ્રણી તરીકે અસંખ્ય સિદ્ધિઓ મેળવી છે. અનિમેષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, ‘અમે પીએમ નરેન્દ્ર મોદી સાથે ઈ-સ્પોર્ટ્સ ઉદ્યોગ વિશે ચર્ચા કરી હતીં. તેમનું વિઝન આ ઉદ્યોગને સંપૂર્ણપણે બદલી નાખશે. આનો વિગતવાર વિડિયો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.’

નમન માથુર

નમન માથુરની વાત કરવામાં આવે તો તેઓ એક યુટ્યુબર છે અને યુટ્યુબ પર તેમના 70 લાખ સબ્સક્રાઈબર્સ છે. માથુરે પણ પીએમ મોદીએ સાથેની મુલાકાતની પોસ્ટ શેર કરી હતી. નમન માથુરના ઇન્સ્ટાગ્રામ પર 53 લાખ ફોલોવર્સ છે. અત્યાર સુધીમાં તેમણે ઇન્સ્ટાગ્રામ 940 પોસ્ટ શેર કરી છે.

Advertisement

મિથિલેશ પાટણકર

મિથિલેશ પાટણકર mythpat નામથી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 34 લાખ છે. જ્યારે તેઓ આ ઇન્સ્ટાગ્રામ નામના પ્લેટફોર્મ પર 371 લોકોને ફોલો કરે છે. તેણે અત્યાર સુધીમાં 324 પોસ્ટ શેર કરી છે. યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1.46 કરોડ છે. આ સિવાય તે ઇન્ટેલ ગેમિંગ બ્રાન્ડ એમ્બેસેડર છે.

પાયલ ધારે

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન સાથેની મુલાકાતમાં સામેલ 7 લોકોમાં એક માત્ર મહિલા પાયલ ધારે હતા. આ માટે આભાર વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પ્યારે ધારેના ફોલોઅર્સની સંખ્યા 31 લાખ છે. પાયલે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામમાં 382 posts શેર કરી છે. જ્યારે યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 36.9 લાખ છે. પાયલે અત્યાર સુધીમાં યુટ્યુબ પર 811 videos અપલોડ કર્યા છે. તેમના યુટ્યુબ વ્યૂઝની વાત કરવામાં આવે તો 364,572,027 જેટલા વ્યૂઝ છે.

અંશુ બિષ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે લોકોને મળ્યા તેમાં અંશુ બિષ્ટ પણ સામે છે. અંશુએ પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને આ મુલાકાતની જાણકારી આપી છે. તેમની વાત કરવામાં આવે તો ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 17 લાખ છે. તેમણે માત્ર 299 પોસ્ટ કરી છે. જ્યારે યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 38.1 લાખ છે. અંશુ બિષ્ટની વાત કરવામાં આવે તો તેમને યુટ્યુબમાં અત્યાર સુધીમાં 501 videos અપલોડ કર્યા છે.

ગણેશ ગંગાધર

પીએમ મોદીને મળ્યા બાદ ગણેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 57.5 હજાર છે. યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 158 હજાર છે. તેમણે યુટ્યુબમાં અત્યાર સુધીમાં 602 વીડિયો અપલોડ કર્યા છે.

તીર્થ મહેતા

તીર્થ મહેતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજની આ મુલાકાતમાં મળ્યા હતાં. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ગેમિંગ, ઈ-સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવી ખૂબ જ રોમાંચક ક્ષણ રહી છે.

આ પણ વાંચો: ‘પત્ની આપશે પતિને 10 હજારનું ભરણ પોષણ’, Bombay High Court નો મહત્વપૂર્ણ ચુકાદો

આ પણ વાંચો: PM Modi: આજે ઋષિકેશમાં PM મોદીની મહારેલી! જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, જાણો વિગત

આ પણ વાંચો: અરુણ ગોવિલે કરી ગુજરાત ફર્સ્ટ સાથે Exclusive વાતચીત, PM ના કર્યા ખૂબ વખાણ

Tags :
Advertisement

.