Kalki Dham: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કલ્કિ ધામનો શિલાન્યાસ, CM યોગી પણ રહ્યા ઉપસ્થિત
Kalki Dham: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. નોંધનીય છે કે, આજે ત્યાં કલ્કિ ધામ મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે સંભલ પહોચ્યા હતાં. અહીં હેલીપેટ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યુ હતું. અહીંથી સીધા જ તેઓ કાર્યક્રમમાં પહોચ્યા અને પૂજામાં જોડાયા હતાં. તેમની સાથે કલ્કિ ધામના પીતાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ હાજર હતા. વૈદિક મંત્રોના જાપ વચ્ચે પીએમ મોદીએ કલ્કિ ધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું. પૂજા દરમિયાન પીએમ મોદીની એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા હતા અને બીજી બાજુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા.
આજનો દિવસ સનાતનીઓ માટે ઉત્સવનો રહેશે
શ્રી કલ્કિ ધામ મંદિર પરિસરમાં 5 એકડમાં બનીને તૈયાર થયું છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરને બનતા 5 વર્ષનો સમય લાગશે. આ મંદિરનું નિર્માણ બંસી પહાડપુરના ગુલાવી પથ્થરોથી કરવામાં આવશે. નોંધનીય છે કે, સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામ મંદિર પણ આ જ બંસી પહાડપુરના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. મંદિરના શિખરની ઊંચાઈની વાત કરીએ તો 108 ફુટની રાખવામાં આવશે. રામ મંદિરની જેમ આ મંદિરમાં પણ ક્યાય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. શ્રી કલ્કિ ધામ મંદિરમાં 10 ગર્ભ ગૃહ હશે તેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની સ્થાપના કરવમાં આવશે.
દેશભરમાંથી 11,000 થી પણ વધારે સાધુ-સંતો આવ્યાં
આ મંદિરને શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. મળતી વિગતો પ્રમાણે આ કાર્યક્રમમાં દેશભરમાંથી 11,000 થી પણ વધારે સાધુ-સંતો આવ્યાં છે. આ સાથે કેટલાય ધાર્મિત નેતાઓ અને સન્માનિય વ્યક્તિઓ પણ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં આવ્યા છે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ 5 એકરમાં તૈયાર થશે. તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં 5 વર્ષ લાગશે. આ મંદિરનું નિર્માણ પણ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોથી કરવામાં આવશે.
આ પણ વાંચો: KamalNath: ‘કમલનાથે કહ્યું- હું કોંગ્રેસી હતો, છું અને રહીશ; જીતુ પટવારીએ કર્યો દાવો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ