Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharat Tax 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન

Bharat Tax 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ભારત મંડપમ માં આયોજિત થયેલા ‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઈલ સેક્ટર સાથે સંબંધિત વૈશ્વિક સ્તરે આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે. ‘ભારત ટેક્સ 2024’નું આયોજન 26...
bharat tax 2024  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન

Bharat Tax 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ભારત મંડપમ માં આયોજિત થયેલા ‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઈલ સેક્ટર સાથે સંબંધિત વૈશ્વિક સ્તરે આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે. ‘ભારત ટેક્સ 2024’નું આયોજન 26 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આજની ​​ઘટના પોતાનામાં ખૂબ જ ખાસ છેઃ પીએમ મોદી

મળતી વિગતો પ્રમાણે પીએમ મોદીના 5F વિઝનમાંથી પ્રેરણા લઈને આ કાર્યક્રમ ફાઈબર, ફેબ્રિક અને ફેશન દ્વારા ફાર્મથી ળઈને વિદેશ સુધીની બાબતો પર ખાસ ધ્યાન આપવાનું છે. ઉલ્લેખનીય છે કે, જે સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને આવરી લે છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે 'આજની ​​ઘટના પોતાનામાં ખૂબ જ ખાસ છે, ખાસ કરીને કારણ કે તે ભારતના બે સૌથી મોટા પ્રદર્શન કેન્દ્રો, ભારત મંડપમ અને યશોભૂમિમાં એક સાથે આયોજિત કરવામાં આવી રહી છે...'

આ ફોર્મ્યુલા સંસ્કૃતિ સાથે ટેક્નોલોજીને વણાટ કરશે

તેમણે વધુમાં કહ્યું કે, ‘આજની ઇવેન્ટ માત્ર ટેક્સટાઇલ એક્સ્પો નથી. આ ઘટનાના એક થ્રેડ સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. ભારત ટેક્સનું આ સૂત્ર ભારતના ગૌરવશાળી ઈતિહાસને આજની પ્રતિભા સાથે જોડી રહ્યું છે. ભારત ટેક્સની આ ફોર્મ્યુલા સંસ્કૃતિ સાથે ટેક્નોલોજીને વણાટ કરી રહી છે. ભારત ટેક્સનું આ સૂત્ર શૈલી, ટકાઉપણું, સ્કેલ અને કૌશલ્યને એકસાથે લાવવાનું સૂત્ર છે.’

Advertisement

હેન્ડલુમમાં સૌથી વધારે મહિલાઓનો ફોળો છે

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘ગારમેન્ટના ઉત્પાદન કરવા વાળા દર 10 મિત્રોમાં 7 મહિલાઓ છે. અને હેન્ડલુમમાં તો તેનાથી પણ વધારે છે. કાપડ ઉપરાંત ખાદીએ પણ આપણા ભારતની મહિલાઓને નવી તાકાત આપી છે. હું કહી શકું છું કે છેલ્લા 10 વર્ષમાં આપણે જે પણ પ્રયાસો કર્યા છે તે ખાદીને વિકાસ અને રોજગાર બંનેનું માધ્યમ બનાવ્યું છે.’

Advertisement

આ પણ વાંચો: Gyanvapi: ફરી એકવાર મુસ્લિમ પક્ષને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ભોંયરામાં થતી પૂજા ચાલું રહેશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.