Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi એ આખરે લેવો પડ્યો આ નિર્ણય....

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણે મુલાકાત રદ કરવી પડી તેઓ પુણે મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટનની સાથે તેઓ 22,600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવાના હતા મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક PM Modi...
pm modi એ આખરે લેવો પડ્યો આ નિર્ણય
  • મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણે મુલાકાત રદ કરવી પડી
  • તેઓ પુણે મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટનની સાથે તેઓ 22,600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવાના હતા
  • મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક

PM Modi Visits Pune : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂણેની મુલાકાત લેવાના હતા અને પુણે મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટનની સાથે તેઓ 22,600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવાના હતા .જો કે  મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણે મુલાકાત (PM Modi Visits Pune) રદ કરવી પડી હતી. મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દરમિયાન વડાપ્રધાન મોદી ગુરુવારે રાજ્યની મુલાકાતે આવવાના હતા. તેઓ પુણે મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટનની સાથે તેઓ 22,600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવાના હતા. જો કે, વરસાદને જોતા તેમણે પોતાનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

Advertisement

શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો

ભારે વરસાદને કારણે પુણે અને પિંપરી ચિંચવડમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે પણ લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને પણ અસર થઈ છે. મુશળધાર વરસાદને કારણે ગોવંડી-માનખુર્દ વચ્ચે દોડતી મુંબઈ લોકલ ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ હતી. IMDએ પુણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો---PM Modi ને ઝેલેન્સકીએ કેમ કહ્યું Thank You

Advertisement

પીએમ મોદી આ યોજનાઓનું ઉદ્ઘાટન કરવાના હતા

PM રાષ્ટ્રીય સુપરકોમ્પ્યુટિંગ મિશન (NSM) હેઠળ સ્વદેશી રીતે વિકસિત આશરે રૂ. 130 કરોડના ખર્ચે ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કરવાના પણ હતા. અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા માટે આ સુપર કોમ્પ્યુટરો પૂણે, દિલ્હી અને કોલકાતામાં તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ હવામાન અને આબોહવા સંશોધન માટે રચાયેલ ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ (HPC) સિસ્ટમનું ઉદ્ઘાટન કરવાના હતા. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ પર 850 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. પીએમ મોદી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં રૂ. 10,400 કરોડની વિવિધ પહેલો શરૂ કરવાના હતા. આ પહેલ ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી અને ટ્રક અને કેબ ડ્રાઈવરોની સુવિધા, સ્વચ્છ ગતિશીલતા અને ટકાઉ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Advertisement

આ પણ વાંચો---Odisha માં PM Modi નું સંબોધન, કહી આ ખાસ વાત

Tags :
Advertisement

.