Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદી આજે કરશે 'Mann ki Baat', સવારે 11 કલાકે થશે LIVE પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'Mann ki Baat' ની 102મી આવૃત્તિને સંબોધિત કરશે. વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે પ્રસારિત થશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ PM મોદીના માસિક રેડિયો પ્રોગ્રામે તેમનો...
વડાપ્રધાન મોદી આજે કરશે  mann ki baat   સવારે 11 કલાકે થશે live પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'Mann ki Baat' ની 102મી આવૃત્તિને સંબોધિત કરશે. વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે પ્રસારિત થશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ PM મોદીના માસિક રેડિયો પ્રોગ્રામે તેમનો 100મો એપિસોડ પૂરો કર્યો હતો, જેનું પ્રસારણ 26 એપ્રિલે દેશભરમાં થયું હતું.

Advertisement

આજે પ્રસારીત થશે કાર્યક્રમનો 102 મો એપિસોડ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનું માસિક પ્રસારણ આ વખતે તેની પરંપરા તોડી રહ્યું છે. આ વખતે વડાપ્રધાન મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ તેના નિર્ધારિત સમય પહેલા પ્રસારિત થશે. કાર્યક્રમનો 102મો ભાગ આજે એટલે કે 18 જૂને સવારે 11 વાગ્યે આવશે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. પરંતુ આ વખતે 25 જૂને છેલ્લો રવિવાર આવી રહ્યો છે અને આ દરમિયાન PM મોદી અમેરિકાના પ્રવાસે હશે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, આ મહિને મન કી બાત કાર્યક્રમ 18 જૂને પ્રસારિત થશે. આ પ્રોગ્રામ માટે તમારો ઇનપુટ મેળવવો એ મારા માટે હંમેશા આનંદની વાત છે. તમે નમો એપ, MyGov પર તમારા ઇનપુટ્સ શેર કરી શકો છો.

Advertisement

PM મોદીએ મન કી બાતમાં ઘણા વિષયોનો સમાવેશ કર્યો હતો

આ સિવાય PM મોદીએ મન કી બાતમાં ક્લાઈમેટ ચેન્જ, કૃષિ, કળા, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યના તમામ વિષયોનો સમાવેશ કર્યો અને તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં દર વખતે સમાજ સમક્ષ કંઈક નવું રજૂ કર્યું જેથી સમાજને તેની માહિતી મળી શકે. આ કાર્યક્રમનો હેતુ દેશને એક દોરામાં બાંધવાનો અને વિકાસ માટે સૌને સાથે લઈ જવાનો છે.

22 ભારતીય અને 29 બોલીઓ સિવાય 'મન કી બાત' 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે

22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત, 'મન કી બાત' ફ્રેન્ચ, ચાઈનીઝ, ઈન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલી સહિત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 'મન કી બાત' કાર્યક્રમની 100મી આવૃત્તિ 30 એપ્રિલના રોજ વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. 3 ઑક્ટોબર 2014 ના રોજ શરૂ કરાયેલ, આ કાર્યક્રમ સરકારના નાગરિક-પ્રસાર કાર્યક્રમનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે, જે મહિલાઓ, યુવાનો અને ખેડૂતો જેવા બહુવિધ સામાજિક જૂથોને સંબોધિત કરે છે અને સમુદાયની ક્રિયાને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો - UN માં Yoga Day નું ભવ્ય આયોજન થશે, 180 દેશના પ્રતિનિધિઓ થશે સામેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.