Price hike: ચા, બિસ્કિટથી લઇને શેમ્પૂ સુધીની આ વસ્તુઓ થશે મોંઘી,જાણો કારણ
- સામાન્ય માણસે ફરી એકવાર મોંઘવારીનો માર
- ચા, બિસ્કિટ, તેલ અને શેમ્પૂ ભાવમાં થયો વધારો
- કંપનીઓએ ઉત્પાદનોની કિંમતો વધારવા સંકેત
price hike:સામાન્ય માણસે ફરી એકવાર મોંઘવારીનો (Price hike:)માર સહન કરવાનો વારો આવવાનો છે. કારમ કે મોંઘવારી હજી પણ વધી શકે છે. તેમાં પણ ખાસ કરીને ચા, બિસ્કિટ, તેલ અને શેમ્પૂ જેવી રોજિંદી વસ્તુઓની કિંમતો વધી શકે છે. FMCG કંપનીઓના માર્જિનમાં જુલાઇ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં હાઇ પ્રોડક્શન કોસ્ટ અને ફૂટ ઇન્ફ્લેશનને કારણે ઘટાડો થયો છે. જેના કારણે હવે કંપનીઓ તેમના ઉત્પાદનોને વધુ કિંમતે વેચી શકે છે. કેટલીક કંપનીઓએ તેમના ઉત્પાદનોની કિંમતો વધારવાના સંકેત પણ આપ્યા છે.
આ બાબતને લઇને ચિંતા
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડથી લઈને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, મેરિકો, આઈટીસી અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શહેરી વપરાશમાં ઘટાડાને લઈને ચિંતિત છે. તેમનું માનવું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન શહેરી વિસ્તારોમાં વેચાણ અપેક્ષા કરતાં ઓછું રહ્યું છે. ઉદ્યોગ નિષ્ણાંતોના મતે FMCG સેક્ટરના કુલ વેચાણમાં શહેરી વપરાશનો હિસ્સો 65-68 ટકા છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં સારું વેચાણ જોવા મળ્યું હતું.
FMCG firms worry over high inflation, squeezing urban market; hint price hike pic.twitter.com/YvxtpUWce8
— NEER K (@NeerMaurya) November 3, 2024
આ પણ વાંચો-Stock Market Crash: 1 મહિનામાં રોકાણકારોના 30 લાખ કરોડ ડૂબ્યાં, આજે 2 કલાકમાં જ 2 લાખ કરોડ સ્વાહા
GCPLના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુધીર સીતાપતિના જણાવ્યા અનુસાર બીજા ક્વાર્ટરમાં નુકસાન એક ટૂંકા ગાળાનો આંચકો છે અને ખર્ચ સ્થિર કરીને માર્જિન વસૂલવામાં આવશે. આ સમયગાળા દરમિયાન હાઇ ફૂડ ઇન્ફ્લેશન અને શહેરી માગમાં ઘટાડો પણ માર્જિનમાં ઘટાડો થવાનું એક કારણ છે.
આ પણ વાંચો-Stock Market Crash: 1 મહિનામાં રોકાણકારોના 30 લાખ કરોડ ડૂબ્યાં, આજે 2 કલાકમાં જ 2 લાખ કરોડ સ્વાહા
આ વિસ્તારમાં સતત વૃદ્ધિ
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુનિલ ડિસોઝાના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં ગ્રાહકોના ખર્ચ પર નોંધપાત્ર અસર થઈ છે. ખાદ્યપદાર્થોનો ફુગાવો આપણે વિચાર્યું તે કરતાં ઘણો વધારે છે, જેની અસર ગ્રાહક ખર્ચ પર પડી છે. જ્યારે આ ક્વાર્ટરમાં માર્કેટ વોલ્યુમ ગ્રોથ સુસ્ત રહ્યો છે. તાજેતરના ક્વાર્ટર્સમાં શહેરી વિકાસને અસર થઈ છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં વૃદ્ધિ ધીમી રહી છે.