Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ફ્રાન્સ હંમેશા સાથે રહ્યાં : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં માનવતા માટે જાણીતું છે. તે ફ્રાન્સમાં (France) આવીને ગર્વ અનુભવી રહ્યો...
આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ફ્રાન્સ હંમેશા સાથે રહ્યાં   pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં માનવતા માટે જાણીતું છે. તે ફ્રાન્સમાં (France) આવીને ગર્વ અનુભવી રહ્યો છું. ગઈ કાલે મને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન (Legion of Honour) મળ્યું, આ સમગ્ર 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ (National Day of France) એ વિશ્વ માટે 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ'નું પ્રતીક છે. ભારત અને ફ્રાન્સ આતંકવાદ સામેની લડાઈમાં હંમેશા સાથી રહ્યા છે.

Advertisement

બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી સંયુક્ત નિવેદન આપ્યું

PM મોદી (PM Modi) હાલ ફ્રાંસના પ્રવાસે છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનને (President Macron) મળ્યા અને બંને દેશોના ટોચના નેતાઓની આ બેઠકને ભવિષ્યની ઘણી યોજનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ મેક્રોન (President Macron) અને પીએમ મોદીએ (PM Modi) પ્રેસ કોન્ફરન્સ કરી અને સંયુક્ત નિવેદન આપ્યું. આ દરમિયાન, તેમણે ફ્રાન્સ સાથે તેમના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી, અને એમ પણ કહ્યું કે અમે અમારા સહયોગને રચનાત્મક આકાર આપવા માટે ઈન્ડો-પેસિફિક કોઓપરેશન રોડમેપ પર કામ કરી રહ્યા છીએ.

મેક ઈન ઈન્ડિયા વિશે કહી આ વાત

પીએમ મોદીએ કહ્યું, રક્ષા સહયોગ અમારા સંબંધોનો મૂળભૂત આધારસ્તંભ છે. તે બંને દેશો વચ્ચેના ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે. મેક ઇન ઇન્ડિયા (Make in India) અને આત્મનિર્ભર ભારતમાં (Atmnirbhar Bharat) ફ્રાન્સ (France) એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. સબમરીન હોય કે નૌકાદળના જહાજો, અમે માત્ર આપણા પોતાના માટે જ નહીં, પરંતુ ત્રીજા મિત્ર દેશોના સહયોગ માટે પણ સાથે મળીને કામ કરવા માંગીએ છીએ.

Advertisement

માર્સેલીમાં ખુલશે ભારતીય વાણિજ્ય દૂતાવાસ

PM મોદીએ (PM Modi) કહ્યું કે, અમે માર્સેલી (Marseille) શહેરમાં નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ (Indian Consulate) ખોલીશું. ફ્રાન્સમાં (France) અભ્યાસ કરતા ભારતીય મૂળના લોકોને લાંબા ગાળાના વિઝા (Visa) આપવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. વડાપ્રધાને ફ્રેન્ચ યુનિવર્સિટીઓને (French University) ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા આમંત્રણ પણ આપ્યું હતું.

સ્થાયી શાંતિની બહાલીના હિમાયતી

વડાપ્રધાને કહ્યું, અમારું માનવું છે કે દરેક વિવાદો વાતચીત અને ડિપ્લોમેસી દ્વારા ઉકેલવા જોઈએ. ભારત સ્થાયી શાંતિની બહાલીમાં યોગદાન આપવા તૈયાર છે. કોરોના મહામારી (Corona epidemic) અને યુક્રેન (Ukraine) સંઘર્ષની અસરો સમગ્ર વિશ્વમાં અનુભવાઈ છે. વૈશ્વિક દક્ષિણ વિશ્વના દેશો પર આની ખાસ કરીને નકારાત્મક અસર પડી છે. તે ચિંતાનો વિષય છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તમામ દેશોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે.

Advertisement

શું કહ્યું ફ્રાંસના રાષ્ટ્રપતિએ?

જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોને (President Macron Macron) કહ્યું કે, મને અહીં પેરીસના બૈસ્ટિલ ડે પરેડમાં પંજાબ રેજિમેન્ટ જોઈને ગર્ થયો. અમે એક ઐતિહાસિક વિશ્વાસના આધાર પર આગળ વધી રહ્યા છીએ. ભારત અને ફ્રાંસ મળીને વૈશ્વિક સંકટોનું સમાધાન શોધી શકે છે આપણે યુવાનોને ભૂલી શકીએ નહી. 2030 સુધીમાં અમે 30 હજાર ફ્રાન્સિસ વિદ્યાર્થીઓને ભારત મોકલવા માંગીએ છીએ.

તેમણે કહ્યું કે, તે ભારતીય યુવાનો માટે જે ફ્રાંસમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે. અમે એક અનુકુળ વિઝા નીતિ બનાવવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સમુદાયોના ખંડનથી દુનિયાને બચાવીએ અને તે માટે અમે પેરિસ એજન્ડા અને નવા નાણાંકિય વૈશ્વિક કોમ્પેક્ટ પર સાથે કામ કર્યું છે. અમે બધા ઈચ્છીએ છીએ કે, એક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થાપના થાય જે શાંતિ અને વિકારની તરફ લઈ જાય.

આ પણ વાંચો : CHANDRAYAAN-3 ના સફળ પ્રક્ષેપણ પર દુનિયા ભારત પર ઓળઘોળ..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.