ગુજરાતના વિકાસ મોડેલથી પ્રભાવિત થયાં એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્રચર બેંકના પ્રેસિડેન્ટ
એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્રચર બેંકના પ્રેસિડેન્ટ શ્રીયુત લિકવન ઝિં અને પ્રતિનિધિ મંડળે ગુજરાતના વિકાસથી પ્રભાવિત થયા. G20 ઈન્ડિયાની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીસની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા. શ્રીયુત લિકવન ઝીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે ગિફ્ટ સિટીમાં બેઠક યોજી હતી.
શું કહ્યું શ્રીયુત લિકવન ઝીને?
બેઠકમાં તેમણે કહ્યું કે, તેઓ અગાઉ પણ ગુજરાત આવેલા છે. જ્યારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે તેમને વિકાસમાં નવીનતા જોવા મળી છે. તે માટે તેમણે મુખ્ય મંત્રી શ્રી ના દૃષ્ટિ વંત નેતૃત્વને બિરદાવ્યું હતું. AIIB ના પ્રેસિડેન્ટ શ્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, ગુજરાતે જે ફાઈવ પીલ્લર આધારિત વિકાસનો ભાવિ રોડ મેપ નક્કી કર્યો છે. તે તેમના ઈન્ફ્રાસ્ટ્રક્રચર ડેવલોપમેન્ટના આયોજનને સંપૂર્ણ સુસંગત છે.
શું કહ્યું મુખ્યમંત્રીએ?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બેઠક દરમિયાન જણાવ્યું કે, ગુજરાતમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થપન થી છેલ્લા દાયકામાં રાજ્યની અર્થ વ્યવસ્થા 12 ટકા થી વધુના ઊંચા દરે વૃદ્ધિ પામી છે. મેન્યુફેકચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને એગ્રિકલચર સેક્ટર એકબીજાના પૂરક બનીને સર્વાંગી આર્થિક વિકાસમાં મહત્વનું પ્રદાન કરે છે. ગુજરાતે ઝડપી વિકાસ દર હાંસલ કરવા આ વર્ષના બજેટની સાઇઝમાં ૨૩ ટકાનો અને મૂડી ખર્ચમાં ૯૨ ટકા નો વધારો કર્યો છે. ગુજરાતની આ વિકાસ યાત્રામાં AIIB મહત્વનું ભાગીદાર બની રહ્યું છે.
મિશન સ્કૂલ ઓફ એકસેલેન્સ ના પ્રોજેક્ટ માં AIIB નું યોગદાન સરાહનીય છે.
એટલુ જ નહિ ભવિષ્યમાં જે વિવિધ લક્ષ્યો સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે તેમાં રીન્યુએબલ એનર્જી, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્રચર, રૂરલ રોડ કનેક્ટિવિટી, પીવાનું પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના ક્ષેત્રમાં ગુજરાત AIIB નો સહયોગ ઈચ્છે છે તેમ તેમણે કહ્યું હતું.
AIIB ના પ્રેસિડેન્ટશ્રી એ ગુજરાતમાં લાર્જ સ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મદદ માટે સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી. રીન્યુએબલ એનર્જી, વોટર સપ્લાય, વિમેન એમ્પાવરમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર જેવી બાબતોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે તેમની ઉત્સુકતા છે એમ તેમણે ઉમેર્યું હતું.
AIIB ગુજરાતને આ બધા સેકટર સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માં હજુ વધુ ઉદાર સહયોગ માટે તત્પર છે અને ગુજરાત સરકાર આવા પ્રોજેક્ટ રજૂ કરશે તો અવશ્ય તે અંગે સકારાત્મકતા થી વિચારવા પણ તેમણે ખાતરી આપી હતી. મુખ્યમંત્રીશ્રી એ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અવશ્ય સહભાગી થવા આપેલા આમંત્રણ નો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો. મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ગિફ્ટ સિટીના ચેરમેન ડો હસમુખ અઢિયા, એમ ડી તપન રે તેમજ નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ જે પી ગુપ્તા વગેરે અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
અહેવાલ : સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો : AHMEDABAD : વાહન ચાલકો ખાસ જાણી લેજો ટ્રાફિકનો આ નિયમ, ચાર રસ્તા પર કરાઇ રહ્યું છે બોક્સ માર્કિંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.