Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

President Medal : અતિક અહેમદના પુત્રનું એનકાઉન્ટર કરનારને મળશે વીરતા મેડલ, જુઓ List...

અતીકના પુત્રનું એન્કાઉન્ટર કરનાર પોલીસને સન્માન UP STF ના 6 સભ્યોને રાષ્ટ્રપતિ વીરતા પદક જાહેર ડેપ્યુટી SP નવેંદુ અને વિમલના નેતૃત્વમાં બંને ઠાર થયા હતા ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર મોહમ્મદ ગુલામનો સામનો...
president medal   અતિક અહેમદના પુત્રનું એનકાઉન્ટર કરનારને મળશે વીરતા મેડલ  જુઓ list
  1. અતીકના પુત્રનું એન્કાઉન્ટર કરનાર પોલીસને સન્માન
  2. UP STF ના 6 સભ્યોને રાષ્ટ્રપતિ વીરતા પદક જાહેર
  3. ડેપ્યુટી SP નવેંદુ અને વિમલના નેતૃત્વમાં બંને ઠાર થયા હતા

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર મોહમ્મદ ગુલામનો સામનો કરનાર પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ વીરતા મેડલ (President Medal) મળ્યો છે. આ અંગે આજે જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સીઓ નવેન્દુ સિંહ અને વિમલ કુમાર સિંહની ટીમને રાષ્ટ્રપતિ વીરતા મેડલ (President Medal) આપવામાં આવ્યો છે.

Advertisement

રાષ્ટ્રપતિ વીરતા મેડલ આપવામાં આવશે...

મળતી જાણકારી અનુસાર, 13 એપ્રિલ 2023 ના રોજ ઝાંસીમાં થયેલા એન્કાઉન્ટરમાં અતિક અહેમદના પુત્ર અસદ અને શૂટર મોહમ્મદ ગુલામની હત્યા કરનાર STF ટીમના 6 સભ્યોને રાષ્ટ્રપતિ વીરતા મેડલ (President Medal) મળ્યો છે. આ સાથે યુપી પોલીસના 17 બહાદુર પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ વીરતા મેડલ (President Medal) આપવામાં આવશે.

Advertisement

રાષ્ટ્રપતિ વીરતા મેડલ મેળવનાર પોલીસકર્મીઓની યાદી...

જિતેન્દ્ર કુમાર સિંહ, ઇન્સ્પેક્ટર

રાકેશ કુમાર સિંહ ચૌહાણ - સબ ઇન્સ્પેક્ટર

Advertisement

અનિલ કુમાર - હેડ કોન્સ્ટેબલ

હરિઓમ સિંહ - કોન્સ્ટેબલ

જિતેન્દ્ર પ્રતાપ સિંહ - સબ-ઇન્સ્પેક્ટર

વિપિન કુમાર - કોન્સ્ટેબલ

વિમલ કુમાર સિંહ - DSP

નવેન્દુ કુમાર - ડીએસપી

જ્ઞાનેન્દ્ર કુમાર રાય - ઇન્સ્પેક્ટર

અનિલ કુમાર સિંહ - ઇન્સ્પેક્ટર

સુનિલ કુમાર - હેડ કોન્સ્ટેબલ

સુશીલ કુમાર - હેડ કોન્સ્ટેબલ

રાજીવ ચૌધરી - ઇન્સ્પેક્ટર

જયવીર સિંહ- સબ ઇન્સ્પેક્ટર

રઈસ અહેમદ - હેડ કોન્સ્ટેબલ

અરુણ કુમાર - કોન્સ્ટેબલ

અજય કુમાર - કોન્સ્ટેબલ

આ પણ વાંચો : Bangladesh Crisis : મૌલાના તૌકીર રઝાએ આપ્યું મોટું નિવેદન, 'બાંગ્લાદેશને ભારતમાં સામેલ કરવું જોઈએ...'

રાષ્ટ્રપતિ વીરતા મેડલ અપાશે...

જણાવી દઈએ કે, સ્વતંત્રતા દિવસ 2024 ના અવસર પર, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ/ઉત્તમ સેવા માટે મેડલના વિજેતાઓની યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા નોંધપાત્ર કામગીરી કરનારા પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ વીરતા પદક આપવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારો રાષ્ટ્રપતિને ભલામણો મોકલે છે.

આ પણ વાંચો : Bihar : પટનામાં BJP નેતાની ગોળી મારીને હત્યા, ગુનો કર્યા બાદ ગુનેગાર ફરાર...

Tags :
Advertisement

.