Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Modi in USA : PM Modi ના સમ્માનમાં વ્હાઈટ હાઉસમાં ગરબાનું આયોજન

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે છે. બુધવારે વડાપ્રધાન વ્હાઈટ હાઉસ પહોચ્યાં અહીં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ફર્સ્ટ લેડી જીલ બાઈડન પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે. PM Shri @narendramodi...
08:56 AM Jun 22, 2023 IST | Viral Joshi

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે છે. બુધવારે વડાપ્રધાન વ્હાઈટ હાઉસ પહોચ્યાં અહીં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ફર્સ્ટ લેડી જીલ બાઈડન પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે.

 

વડાપ્રધાન જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે વ્હાઈટ હાઉસમાં ડિનર લેશે. સાથે જ વ્હાઈટ હાઉસમાં ગરબાનું પણ આયોજન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આગમનના પગલે વ્હાઈટ હાઉસમાં ભારતના વિવિધ ભાગોના સંગીત અને નૃત્યનો કાર્યક્રમ આયોજીત થયો હતો જેમાં રાષ્ટ્રપતિ જો બાયડન, જીલ બાયડનને PM મોદી સાથે ગરબા નિહાળ્યા હતા.

આ પણ વાંચો : કેમ મહત્વની છે PM MODI ની અમેરિકા યાત્રા, સમજો વિગતવાર

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) યોગ દિવસના કાર્યક્રમ બાદ વોશિંગ્ટન ડીસી (Washington DC) પહોંચ્યા હતા. અહીં તેમનેગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ભારતીયોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. તેમણે ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છા પાઠવી હતી. આ પછી પીએમ મોદી જીલ બિડેન સાથે વર્જીનિયા ગયા હતા.

આ પણ વાંચો : THE WHITE HOUSE માં PM MODI કરશે ડિનર, જાણો મેનુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Joe BidenModi In USANarendra ModiState Dinner
Next Article