Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા, જાણો કોને મળ્યા પુરસ્કાર...

રાષ્ટ્રપતિ ભવન ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે.  પૂર્વ...
09:12 PM Apr 22, 2024 IST | Dhruv Parmar

રાષ્ટ્રપતિ ભવન ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે.  પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, બિંદેશ્વર પાઠક (મરણોત્તર) અને પ્રખ્યાત દક્ષિણ અભિનેતા ચિરંજીવી સહિત પાંચ લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, બિંદેશ્વર પાઠકની પત્ની અમોલા પાઠકને આ એવોર્ડ મળ્યો હતો.

અભિનેતા મિથુન અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મ ભૂષણ...

અભિનેતા મિથુન ચક્રવર્તી, પૂર્વ રાજ્યપાલ રામ નાઈક અને ગાયિકા ઉષા ઉથુપને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ મનોહર કૃષ્ણ ડોલેને ચિકિત્સા ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.

રોહન બોપન્ના અને સતેન્દ્ર સિંહ લોહિયાનું પણ સન્માન કર્યું હતું...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનિત કર્યા. આ ઉપરાંત વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે રામ ચેત ચૌધરી, પેરા-સ્વિમર સતેન્દ્ર સિંહ લોહિયા અને રમતગમત ક્ષેત્રે લોક નૃત્યકાર નારાયણન ઈ.પી. કલા ક્ષેત્રે પદ્મશ્રી એનાયત.

આ પણ વાંચો : Aligarh : અમે એવું તાળું લગાવ્યું છે કે, ‘રાજકુમારો’ને નથી મળી રહી ચાવી, PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર…

આ પણ વાંચો : Rahul Gandhi : ગુજરાતમાં BJP ઉમેદવારની જીત પર રાહુલ ગાંધીનું રિએક્શન, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : Virar Alibaug Corridor નું કામ ટૂંક સમયમાં થશે શરુ, 5 કલાકની મુસાફરી દોઢ કલાકમાં થશે પૂર્ણ…

Tags :
Gujarati NewsIndiaMithun ChakrabortyNationalPadma VibhushanPresident Draupadi MurmuRam NaikUsha UthupVenkaiah Naidu
Next Article