ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bahraich માં હિંસા મામલે બુલડોઝર કાર્યવાહી!, PWD એ આરોપીના ઘરે લગાવી નોટિસ

બહરાઈચના મહારાજગંજમાં હિંસા બાદથી તણાવ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકને વાગી ગોળી આરોપીના ઘરે બુલડોઝર ચાલશે, PWD એ લગાવી નોટિસ બહરાઈચ (Bahraich)ના મહારાજગંજમાં હિંસા બાદથી તણાવ છે . આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકનું ગોળી લાગવાથી મોત...
09:10 PM Oct 18, 2024 IST | Dhruv Parmar
  1. બહરાઈચના મહારાજગંજમાં હિંસા બાદથી તણાવ
  2. હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકને વાગી ગોળી
  3. આરોપીના ઘરે બુલડોઝર ચાલશે, PWD એ લગાવી નોટિસ

બહરાઈચ (Bahraich)ના મહારાજગંજમાં હિંસા બાદથી તણાવ છે . આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકનું ગોળી લાગવાથી મોત થયું હતું. રામ ગોપાલે અબ્દુલ હમીદના ઘરેથી ધ્વજ હટાવીને ભગવો ધ્વજ લગાવ્યો હતો. આ પછી તેને ગોળી મારી દેવામાં આવી હતી. તેની સાથે બર્બરતાનો મામલો પણ સામે આવ્યો છે. જોકે પોલીસે આ વાતને નકારી કાઢી છે. યુપી પોલીસ આ મામલે એક્શન મોડમાં છે. CM યોગી આદિત્યનાથ પોતે આ મામલામાં નજર રાખી રહ્યા છે. હવે બહરાઇચ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.

PWD એ નોટિસ જારી કરી...

હકીકતમાં, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ મુખ્ય આરોપી અબ્દુલ હમીદના ઘર સહિત લગભગ 25 લોકોના ઘર પર નોટિસ ચોંટાડી છે. જેમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. PWD દ્વારા અતિક્રમણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. જેમાં અતિક્રમણ કરનારાઓને 3 દિવસમાં અતિક્રમણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ જો અતિક્રમણ હટાવવામાં નહીં આવે તો બુલડોઝરનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બહરાઈચ (Bahraich) હિંસાના બે આરોપીઓ પણ સામે આવ્યા હતા. જેમાં તેને પગમાં ગોળી વાગી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : Tamlil Nadu : એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને 'રાષ્ટ્રગીત'ને લઈને કરી અનોખી માગ, Video

PWD એ નોટિસમાં આ લખ્યું...

PWD એ અબ્દુલ હમીદના ઘરે ચોંટાડેલી નોટિસમાં લખ્યું - જણાવવામાં આવે છે કે, કુંડાસર મહસી નાનપારા રોડ મુખ્ય જિલ્લા માર્ગ છે. વિભાગીય ધોરણો અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય જિલ્લા માર્ગ પર વિભાગીય પરવાનગી વિના રસ્તાના મધ્યબિંદુથી 60 ફૂટના અંતરમાં કરવામાં આવેલા કોઈપણ બાંધકામ ગેરકાયદે બાંધકામની શ્રેણીમાં આવે છે. તમને નોટિસ દ્વારા જાન કરવામાં આવે છે કે, જો આ બાંધકામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બહરાઈચ (Bahraich)ની પરવાનગી અથવા પૂર્વ વિભાગીય પરવાનગીથી કરવામાં આવ્યું હોય, તો તરત જ તેની નકલ પ્રદાન કરો અને ત્રણ દિવસમાં આ ગેરકાયદેસર બાંધકામ જાતે દૂર કરો. અન્યથા પોલીસ અને વહીવટીતંત્રની મદદથી ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેનો ખર્ચ આવક દ્વારા વસૂલવામાં આવશે.

આ પણ વાંચો : Baba Siddique murder કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ

Tags :
Abdul Hamid BahraichBahraichBahraich PWDGujarati NewsIndiaNationalRamgopal Mishra
Next Article