Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fake Encounter : એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટને આજીવન કેદ

Fake Encounter : દેશના 2 જાણીતા એન્કાઉન્ટર (Encounter) સ્પેશ્યાલિસ્ટને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. એન્કાઉન્ટર (Encounter) સ્પેશિયાલિસ્ટ તરીકે નામના મેળવનારા પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર (Fake Encounter...
fake encounter   એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટને આજીવન કેદ
Advertisement

Fake Encounter : દેશના 2 જાણીતા એન્કાઉન્ટર (Encounter) સ્પેશ્યાલિસ્ટને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. એન્કાઉન્ટર (Encounter) સ્પેશિયાલિસ્ટ તરીકે નામના મેળવનારા પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર (Fake Encounter )કેસમાં પ્રદીપને આ સજા સંભળાવવામાં આવી છે. લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. તેનું એન્કાઉન્ટર નવેમ્બર 2006માં વર્સોવા, મુંબઈમાં થયું હતું. તપાસ દરમિયાન આ એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું હતું. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને ગૌરીની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા 13 અન્ય લોકોની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમાંથી એક છે પ્રદીપ સૂર્યવંશી, તેમણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ખ્યાતિ મેળવી છે.

Advertisement

પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા

આ તમામ આરોપી પર નવી મુંબઈના વાશી વિસ્તારમાંથી લખન ભૈયાનું અપહરણ કરવાનો આરોપ હતો. લખનનો મિત્ર અનિલ ભેડા પણ ઝડપાયો હતો. આ કેસમાં કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બે લોકો સામેનો કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં અપીલ ચાલી રહી હતી ત્યારે આ લોકોના મોત થયા હતા. 12 જુલાઈ 2013ના રોજ મુંબઈ સેશન્સ કોર્ટે આ કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ પ્રદીપ સૂર્યવંશી સહિત અન્યને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Advertisement

કોર્ટે નકલી એન્કાઉન્ટરના આરોપોની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો હતો

વકીલ રાજીવ ચવ્હાણના જણાવ્યા અનુસાર, લખન ભૈયા અને તેના પાર્ટનર અનિલ ભેડાને પોલીસે વાશીમાં તેમના ઘરેથી ઝડપી લીધા હતા. આ પછી 11 નવેમ્બર 2006ના રોજ નકલી એન્કાઉન્ટરમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય પોલીસે દાવો કર્યો હતો કે લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. પોલીસે દાવો કર્યો હતો કે તે સમયે લખન ભૈયા સામે હત્યા, ખંડણી અને હત્યાના પ્રયાસના અનેક કેસ નોંધાયેલા હતા. આ મામલામાં લખન ભૈયાના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર કોર્ટે નકલી એન્કાઉન્ટરના આરોપોની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો હતો.

Advertisement

લખન ભૈયાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી

કેસની તપાસ કર્યા બાદ મેજિસ્ટ્રેટે 11 ઓગસ્ટ 2008ના રોજ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લખન ભૈયાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટર ન હતું. આ પછી, હાઈકોર્ટે SITની રચના કરી અને નકલી એન્કાઉન્ટરના કેસની ફરીથી તપાસ કરવામાં આવી. આ ઝીણવટભરી તપાસ બાદ SIT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ લોકોમાં એક વ્યક્તિ જનાર્દન ભાંગીનો પણ સમાવેશ થાય છે. લખન ભૈયા સાથે તેનો જમીનનો વિવાદ હોવાનું કહેવાય છે. જેના કારણે તેણે પ્રદીપ શર્મા અને પ્રદીપ સૂર્યવંશીને તેની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

આ પણ વાંચો-- મહારાષ્ટ્રમાં 4 નક્સલવાદી ઠાર, AK47 સહિત અનેક હથિયારો મળી આવ્યા

Tags :
Advertisement

Trending News

.

×