Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra માં પોસ્ટર વોર શરૂ, વિપક્ષે દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ ચૂંટણીને લઈને વિપક્ષે ભાજપ પર કર્યા પ્રહાર દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા મહારાષ્ટ્ર (Maharashtra)માં હવે થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોની તૈયારીઓ અને બેઠકો...
maharashtra માં પોસ્ટર વોર શરૂ  વિપક્ષે દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા
  1. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ
  2. ચૂંટણીને લઈને વિપક્ષે ભાજપ પર કર્યા પ્રહાર
  3. દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા

મહારાષ્ટ્ર (Maharashtra)માં હવે થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોની તૈયારીઓ અને બેઠકો પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, હવે મહારાષ્ટ્ર (Maharashtra)માં વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજધાની મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપને ભારતીય જનતાના ખિસ્સાકાતરુ એટલે કે જનતાને લૂંટનારી પાર્ટી તરીકે વર્ણવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Maharashtra : વરસાદ અને પૂર વચ્ચે પોલીસે બચાવ્યો સગર્ભા મહિલાનો જીવ, હેલિકોપ્ટરથી પહોંચાડ્યું લોહી...

નીતિન ગડકરી 100 થી વધુ સભાઓ કરશે...

ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 100 થી વધુ પ્રચાર સભાઓ અને રોડ શો કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ આ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વિનંતી કરી હતી, જેને ગડકરીએ સ્વીકારી લીધી છે. ગડકરીએ કહ્યું છે કે ભાજપને ચૂંટણીમાં સફળતા મળશે.

Advertisement

આ પણ વાંચો : "Rahul Gandhi ના હાલ તેમની દાદી જેવા જ થશે", કોંગ્રેસે શેર કર્યો Video

અજિત પવારે CM પદની માંગને અફવા ગણાવી...

ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર (Maharashtra)ની મુલાકાત લીધી હતી અને ભાજપ, શિવ શિવ અને એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અમિત શાહ પાસેથી મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી પદની માંગણી કરી હતી. જો કે હવે અજિત પવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અજિત પવારે એ વાતને પણ નકારી કાઢી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની 25 વિધાનસભા બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ પણ વાંચો : Bangladesh : હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, અઝાન સમયે પૂજા ન કરવાનો અપાયો આદેશ...

Tags :
Advertisement

.