Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોર્નસ્ટાર મિયા ખલીફાએ Israel Palestine war વચ્ચે પેલેસ્ટાઈનનું કર્યું સમર્થન, સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન જંગ વચ્ચે દુનિયા બે જૂથો વચ્ચે વેચાઈ ગઇ છે. ઘણા ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે તો ઘણા પેલેસ્ટાઈનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોતાનો સપોર્ટ દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ ઘર્ષણ વચ્ચે ભૂતપૂર્વ Pornstar મિયા ખલીફા પણ કૂદી પડી છે...
08:55 AM Oct 10, 2023 IST | Hardik Shah

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન જંગ વચ્ચે દુનિયા બે જૂથો વચ્ચે વેચાઈ ગઇ છે. ઘણા ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે તો ઘણા પેલેસ્ટાઈનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોતાનો સપોર્ટ દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ ઘર્ષણ વચ્ચે ભૂતપૂર્વ Pornstar મિયા ખલીફા પણ કૂદી પડી છે અને તેણે જાહેરમાં પોતે કોને સમર્થન કરી રહી છે તે અંગે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે. જીહા, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પેલેસ્ટાઈનને સમર્થન કરતી એક ટ્વીટ કરી છે.

પેલેસ્ટાઈનના સમર્થનમાં કૂદી પોર્નસ્ટાર

વિશ્વ હજુ તો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભયાનકતાથી બહાર પણ આવ્યું નહોતું અને અને હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. એવા સમયે જ્યારે પેલેસ્ટાઈન અને હમાસની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે, એવા લોકોની કોઈ કમી નથી જેઓ ખુલ્લેઆમ હમાસને સમર્થન આપી રહ્યા છે અને તેમના કાળા કાર્યોને યોગ્ય જણાવી રહ્યા છે. પોર્ન સ્ટાર મિયા ખલીફા આવા લોકોમાંથી એક છે. મિયા સતત પેલેસ્ટાઈનના પક્ષમાં ટ્વીટ કરી રહી છે અને જણાવે છે કે કેવી રીતે ઈઝરાયેલ પેલેસ્ટાઈનમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પર સતત અત્યાચાર કરી રહ્યું છે અને તેમને નિશાન બનાવી રહ્યું છે. આ ઘર્ષણ વચ્ચે મિયાએ સોશિયલ મીડિયા સાઈટ 'x' પર લખ્યું કે, "જો તમે પેલેસ્ટાઈનની સ્થિતિ જોઈ શકો છો અને પેલેસ્ટાઈનીઓના પક્ષમાં નથી, તો તમે ખોટા પક્ષમાં છો અને ઈતિહાસ તમને સમય આવશે ત્યારે બતાવશે." આ ટ્વીટ પછી ઘણા લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું.

યુઝર્સે ખૂબ કરી ટ્રોલ

જણાવી દઇએ કે, આ હુમલામાં બંને પક્ષના 1000 થી વધુ લોકોના મોત થયા છે. હજારો લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી છે કે જે શહેરથી હમાસ ગાઝા પર હુમલો કરી રહ્યું છે તેને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ઘણા લોકો હમાસના આ બર્બર હુમલાની ટીકા કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો પેલેસ્ટાઈનના પક્ષમાં પણ ઉભા છે. તેમાંથી એક છે મિયા ખલીફા, જેણે સોશિયલ મીડિયા પર પેલેસ્ટાઈનની તરફેણમાં લખ્યું છે. જે પછી તેને સોશિયલ મીડિયા સાઈટ 'x' પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી છે. એક યુઝરે લખ્યું કે આ ટ્વીટ કરતા પહેલા તમે કદાચ હમાસ દ્વારા કરવામાં આવેલી બર્બરતા જોઈ નથી. તમે કદાચ ખોટી બાજુએ ઉભા છો અને ઈતિહાસ તમને અરીસો બતાવશે. કેટલાક યુઝર્સે લખ્યું કે મિયાને આ ટ્વીટ માટે પૈસા મળ્યા છે.

બે વર્ષ પહેલા લેબનીઝ-અમેરિકન ભૂતપૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ ખેડૂતોના આંદોલનને જોરદાર સમર્થન આપ્યું હતું. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ખેડૂતોના આંદોલનની તરફેણમાં અનેક ટ્વિટ પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. મિયાએ તેના એક ટ્વિટમાં લખ્યું હતું કે, ખેડૂતોને મારવાનું બંધ કરો. તેણે અન્ય ટ્વિટમાં લખ્યું- કયા માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે? તેઓએ નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ કાપી નાખ્યું છે?

હાલમાં શું સ્થિતિ છે ?

ઉલ્લેખનીય છે કે, શનિવાર, 7 ઓક્ટોબરની સવારે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારે સ્વાભાવિક છે કે ઈઝરાયેલ પણ પાછું કેવી રીતે રહે. હાલમાં મળી રહેલા સમચાર મુજબ હમાસના આતંકવાદીઓના હુમલાનો બદલો લેતા ઈઝરાયેલ હવે પેલેસ્ટાઈન (ઈઝરાયેલ પેલેસ્ટાઈન વોર)ને પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે. લડાઈના બે દિવસની અંદર, ઇઝરાયેલની જવાબી કાર્યવાહીથી ગાઝા પટ્ટીમાં મોટા પાયે વિનાશ થયો. બંને તરફથી હુમલાઓ ચાલુ છે. હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા હુમલાની સર્વત્ર નિંદા થઈ રહી છે ત્યારે મુસ્લિમ દેશો ધાર્મિક આધાર પર પેલેસ્ટાઈન સાથે એકઠા થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેલેસ્ટાઈન પર આ હુમલો ઈરાનના સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. ભારતની સાથે અમેરિકા અને યુક્રેન ઈઝરાયલની સાથે ઉભા છે. મુસ્લિમ સમુદાયની મોટાભાગની વસ્તી હમાસ આતંકવાદીઓના સમર્થનમાં બહાર આવી છે.

સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી

હમાસના હુમલા બાદ ઇઝરાયેલના જવાબી કાર્યવાહીના પગલે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં નાગરિકોના જીવન અને માનવીય જરૂરિયાતો અંગે સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે. હમાસે શનિવારે ઇઝરાયેલ પર અણધાર્યો હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર જોરદાર હુમલો કર્યો છે અને તેના પર 'સંપૂર્ણ ઘેરો' લગાવી દીધો છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલ અને ગાઝામાં નાગરિકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરી હતી અને હમાસ દ્વારા હુમલામાં લોકોના મૃત્યુ અને નાગરિકોને બંધક તરીકે લેવાની નિંદા કરી હતી. તેમણે ઘણા વધુ નિર્દોષ લોકોના જીવ જવાનો ભય વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - Israel Hamas conflict : વિસ્ફોટ, કાટમાળ…, 72 કલાકના યુદ્ધમાં 900 ઇઝરાયેલી લોકોના મોત, ગાઝામાં 700 લોકો માર્યા ગયા

આ પણ વાંચો - Israel-Hamas યુદ્ધની ભારત પર શું થશે અસર ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Israel Hamas conflictIsrael Hamas warMia KhalifaMia Khalifa support Palestine
Next Article