Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની કરોડોની જમીન પચાવી લેવાના કેસમાં ધરપકડ

પોપ્યુલર બિલ્ડર (Popular builder) રમણભાઈ પટેલ (Ramanbhai Patel )ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી.એક કેસમાં જામીન મળ્યા તો બીજો ગુનો નોંધી પોલીસે તેમની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે..મહત્વનું છે કે, રમણ પટેલ વિરુદ્ધ અલગ અલગ 10...
ahmedabad   પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની કરોડોની જમીન પચાવી લેવાના કેસમાં ધરપકડ
પોપ્યુલર બિલ્ડર (Popular builder) રમણભાઈ પટેલ (Ramanbhai Patel )ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી.એક કેસમાં જામીન મળ્યા તો બીજો ગુનો નોંધી પોલીસે તેમની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે..મહત્વનું છે કે, રમણ પટેલ વિરુદ્ધ અલગ અલગ 10 જેટલા ગુના નોંધાયા છે. તેવામાં સાણંદ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી...
ચેખલા ગામે આવેલી કરોડોની જમીન પચાવી લેવામા આવી
બિલ્ડર રમણ પટેલ અને તેમની સાથે જોડાયેલી અલગ અલગ 52 કંપનીઓ ના નામે સાણંદના ચેખલા ગામે આવેલી કરોડોની જમીન પચાવી લેવામા આવી હતી. પ્રતિબંધિત સત્તા વિસ્તારની જમીનમાં મામલતદારનો ખોટો ઓર્ડર કરી જમીનને બિન ખેતી કર્યા બાદ વર્ષ 1995 1996માં જીવાભાઇ પટેલની માલિકીની જમીન અલગ અલગ 52 કંપનીઓ અને તેના હોદ્દેદારો તથા રમણ પટેલના નામે કરી જમીન પચાવી લીધી હતી.જે અંગે જીવાભાઇ પટેલના મૃત્યુ બાદ પરિવારના ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ કરવામા આવી હતી.જે તપાસ બાદ પોલીસે સાણંદ પોલીસ મથકે ગુનો નોંધી રમણ પટેલની ધરપકડ કરી છે...
 નાણાકીય વ્યવહારોની તપાસ પણ શરૂ
મહત્વનું છે કે પ્રતિબંધિત સત્તા વિસ્તારની જમીન હોવા છતાં ખોટો રેકોર્ડ ઉભો કરી ચેખલા ગામની જમીન રમણ પટેલ નહીં ભાગીદારી પેઢી ના નામે ખરીદ દસ્તાવેજ ઉભો કરી તે જમીન પચાવી પાડવામાં આવી હતી.. બાદમાં અલગ અલગ બાવન કંપનીઓના નામે તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જોકે સમય અંતરે આ તમામ પેઢીઓ એકબીજામાં ભળી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે..તમામ પેઢીઓ વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ પણ શરૂ કરવામાં આવી...
રૂપિયા રોકડમાં ચૂકવ્યા હોવાનો ખોટો રેકોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો
જમીન માલિકે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે જમીનના ટોટલ રૂપિયા રોકડમાં ચૂકવ્યા હોવાનો ખોટો રેકોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે.. જો કે ફરિયાદીને કે તેના પરિવારને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી.. જેથી પોલીસે રમણ પટેલ ની ધરપકડ કરી 52 પેઢીમાં નામ ધરાવતા અલગ અલગ 17 વ્યક્તિઓની શોધખોળ અને પુછપરછ શરૂ કરી છે.. ત્યારે મહત્વનું છે કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે અને રમણ પટેલના પરિવારના કેટલા સભ્યો ની આ ગુનામાં ધરપકડ કરવામાં આવે છે તે જોવું મહત્વનું છે...
Advertisement
Tags :
Advertisement

.