Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

POONAM PANDEY ના મૃત્યુને લઇ મોટા સમાચાર આવ્યા સામે, વાંચો અહેવાલ

POONAM PANDEY ના મૃત્યુના સમાચાર આજે સવારે આવ્યા હતા. કેટલાક લોકોએ તેને નકલી તો અન્ય લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો, પરંતુ તેમના મોતના સમાચાર બાદ લોકોને ઘણું આશ્ચર્ય થયું હતું. પરંતુ ત્યાર બાદ, તેના મેનેજરે આ વાતની પુષ્ટિ કરી...
poonam pandey ના મૃત્યુને લઇ મોટા સમાચાર આવ્યા સામે  વાંચો અહેવાલ
Advertisement

POONAM PANDEY ના મૃત્યુના સમાચાર આજે સવારે આવ્યા હતા. કેટલાક લોકોએ તેને નકલી તો અન્ય લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો, પરંતુ તેમના મોતના સમાચાર બાદ લોકોને ઘણું આશ્ચર્ય થયું હતું. પરંતુ ત્યાર બાદ, તેના મેનેજરે આ વાતની પુષ્ટિ કરી તો લોકો અને ચાહકો નિરાશ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે, તે સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું. પરંતુ તેમના મોતને લઇ નવા સમાચાર સામે આવ્યા છે.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, POONAM PANDEY ના મૃત્યુને લઈને એક અલગ રિપોર્ટ આવ્યો છે. પ્રાપ્ત થતા અહેવાલમાં દાવો કર્યો હતો કે, POONAM PANDEY નું મૃત્યુ ડ્રગના ઓવરડોઝને કારણે થયું હતુ. એવું કહેવાય છે કે ડ્રગના ઓવરડોઝને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જો કે આ અંગે તબીબો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Advertisement

POONAM PANDEY ના બહેને ફોન સ્વીચ ઓફ કર્યો

તમને જણાવી દઈએ કે લોખંડવાલાના વિસ્તારમાં જ્યાં પૂનમ પાંડે રહેતી હતી ત્યાં કોઈ પણ વ્યક્તિ અભિનેત્રીના મૃત્યુ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા તૈયાર નથી. આટલું જ નહીં મુંબઈના વર્લીમાં રહેતી પૂનમ પાંડેની બહેને પણ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે, અને અભિનેત્રીનો પરિવાર ઘરેથી ગાયબ છે. જેના કારણે કોઈ માહિતી મળી શકી નથી. બીજી તરફ પૂનમ પાંડેના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સેલેબ્સ પણ અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મુનવ્વર ફારૂકીએ દુખ વ્યક્ત કર્યું 

મુનવ્વર અને પૂનમ પાંડે વચ્ચે સારો બોન્ડ જોવા મળ્યો હતો. પૂનમ મુનવ્વરને પોતાનો ભાઈ માનતી હતી. આટલું જ નહીં જ્યારે મુનવ્વર બિગ બોસના ઘરમાં હતો ત્યારે પૂનમ પાંડે તેને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહી હતી. હવે મુનવ્વર આ દુખદ સમાચારથી દિલગીર છે. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે- 'શોકિંગ! આ સમાચાર પર વિશ્વાસ નથી આવતો. પૂનમ ખૂબ જ સરસ વ્યક્તિ હતી. ઉદાસી અનુભવાય છે'

આ પણ વાંચો -- થલપતી વિજય જ નહિ દક્ષિણ ભારતના આ અભિનેતાઓ પણ શુરુ કરી ચુક્યા છે પોતાની રાજનૈતિક પાર્ટી

Tags :
Advertisement

Trending News

.

×